વિશ્વ વન દિવસ…ઝાડ એના પાંદડાંને પૂછે છે…..રમેશ પારેખ

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૧મી માર્ચ.એટલે કે વિશ્વ વન દિવસ.ઈ.સ.૧૯૭૨થી ૨૧મી માર્ચના દિવસ સમગ્ર વિશ્વમાં “વિશ્વ વન દિવસ” તરીકે ઉજવાય છે.વૃક્ષો આપણાં સારાં અને સાચાં મિત્રો છે.તે આપણને કેટલું બધું આપે છે.આપણો ખોરાક તેમાંથી મળે છે,તો વરસાદ લાવવામાં પણ તેઓ મદદરૂપ થાય છે,તો આપણો પ્રાણવાયું ઓક્સીજન પણ પુરો પાડે છે,અને વિવિધ ઉદ્યોગોમાં પણ તે વપરાય છે,અને આખા જીવન દરમિયાન સાથ આપતાં જીવન બાદ પણ લાકડું આપે છે જે બળતણની સાથે અંત્યેષ્ટિ માટે પણ વપરાય છે.આપણા જીવનની શરૂઆતથી અંત સુધી સાથ આપતા આટલા સારાં મિત્રોને જ આજે આપણે વિસારે પાડી દીધા છે.આપણા સુખની લાહ્યમાં વનોનો વિનાશ સર્જી રહ્યાં છીએ.કહે છે તંદુરસ્ત પર્યાવરણ માટે ૩૩ ટકા ધરતી પર જંગલો હોવા જોઈએ તેની જગ્યાએ ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે.જો આજે નહી જાગીએ તો કદાચ આવતીકાલનું બાળક તેને માત્ર ચિત્રોમાં જ જોઈ શકશે.તો આજના દિવસે આપણે સૌ એક પ્રણ લઈએ કે વધારે નહી તો કમ સે કમ એક વૃક્ષ તો વાવીશું અને જો કોઈને વૃક્ષો કાપતાં કે નુકસાન કરતાં જોઈએ તો તેમને અટકાવી તેમને પણ વૃક્ષોનું મહત્વ સમજાવીશું. અને હાં આ અગાઉ રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો અમુલ્ય પ્રતિભાવ આપશો તેવી આશા.

અને હા મિત્રો તેમનામાં પણ સંવેદના હોય છે અને આ જુઓ અહીં તો પાંદડા અને ઝાડનો આ સંવાદ પ્રેમની કેવી અનોખી અનુભૂતિ કરાવી જાય છે.તો માણો રમેશ પારેખની આ રચના…

 zad-pan-samvad

 

ઝાડ એના પાંદડાંને પૂછે છેકેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

 

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

 

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

 

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, તો ધરતીનું વ્હાલ છે
જે સૌ સાથે આપણને સાંધતું

 

તૂટવાનો અર્થ તને અડકે નહીં , તોડે નહીં, એને હું કહું મારો પ્રેમ !

Advertisements

7 Responses to “વિશ્વ વન દિવસ…ઝાડ એના પાંદડાંને પૂછે છે…..રમેશ પારેખ”

 1. Ramesh Patel Says:

  ડો.શ્રી હિતેશભાઈ,

  ઉમદા વિચાર વૈભવ આજના આ અતિ મહત્તવના

  દિને ,આપે સૌને ધર્યો. જાગૃતિ કેળવી,આદરણિય પરમ પૂજ્ય

  પાંડુંરંગ દાદાજીના શબ્દો સ્મરીએ.

  રણછોડમાં પણ છોડ છે.

  આવો ભાવે વ્ર્ક્ષ દેવતાને નમીએ.

  તરુવર

  સૃષ્ટીનો શણગાર તરુવર, ધરતીનો ઉપહાર તરુવર

  કરુણાનો અવતાર તરુવર, છલકાવે રસથાળ તરુવર

  વનવગડાની શોભા વૃક્ષો, વિહંગનો વિસામો વૃક્ષો

  તપધારી તરુવર સંતો, પ્રભુ પાર્ષદ લાગે વૃક્ષો

  સરજનહારનું અદભુત તર્પણ, સમર્પણનું દીઠું દર્પણ

  વૃક્ષો સંગ ખીલે પર્યાવરણ,શતશત નમન તુજને અર્પણ

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. hiteshbhai joshi Says:

  વાહ વાહ ખુબ સરસ આપના ના બધા જ બ્લોગ ખુબ સરસ હોય છે હુ આપને અભિનનદન આપુ છુ

  Like

 3. Bharat Mehta Says:

  please see my blogspot it has something relevance with your poetry on tree. “ઝાડવા ની દુકાન” Hope you will like it. also send your comments on my blogspot.
  Love & Regards

  Like

 4. Dilip Gajjar Says:

  very nice thought on trees and nature..learn very much today…good blog
  dilip

  Like

 5. Heena Parekh Says:

  વિશ્વ વન દિવસે રમેશ પારેખનું પ્રાસંગિક કાવ્ય મૂકવા બદલ ધન્યવાદ. સરસ કાવ્ય. માણવાની મજા આવી.

  Like

 6. Dhaval Navaneet Says:

  khub sundar ane asarkark

  Like

 7. Dr satish Says:

  Nice

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: