હેપ્પી બર્થ ડે ડો.વિવેકભાઈ…શબ્દો છે મારાં શ્વાસ – વિવેક મનહર ટેલર

by

 

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

ગઈકાલે ૧૬મી માર્ચે વિવેકભાઈનો જન્મદિન હતો જેની જાણ મોડી થઈ પણ આખરે આપણે પણ તેમની એક રચના રજું કરી તેમને વિશ કરવું પડે ને. તો હેપ્પી બર્થ ડે ડો.વિવેકભાઈ, આપની આ રચના ખાસ આપને અર્પણ.

 

rakt-ni-kalam

(લોહીનું શબ્દેશબ્દે કલમમાં પ્રયાણ છે.)

 

શબ્દો છે મારા શ્વાસ અને કાવ્ય પ્રાણ છે,
ચારેતરફ લોહીમાં અક્ષરની આણ છે.

 

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દેશબ્દે કલમમાં પ્રયાણ છે.

 

ઇંદ્રિયના ઢોરને કાબૂમાં કરશો કેમ?
દરવાજા છોને બંધ હો, ખુલ્લી ગમાણ છે.

 

અણઆવડતનું બહાનું હવે કેમ કાઢશો?
ઊભા છો જ્યાં પાણી તો ઢીંચણસમાણ છે.

 

બોલે જો હોઠ જૂઠું, સીધું આંખમાં જુઓ,
વર્ષો જૂનો ઇલાજ છે પણ રામબાણ છે.

 

બેચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી રસ્તામાં સીધું ચઢાણ છે.

Advertisements

5 Responses to “હેપ્પી બર્થ ડે ડો.વિવેકભાઈ…શબ્દો છે મારાં શ્વાસ – વિવેક મનહર ટેલર”

 1. વિવેક ટેલર Says:

  આભાર, દોસ્ત!

  Like

 2. kirankumar chauhan Says:

  ક્યા બાત હૈ કવિ !

  Like

 3. Harnish Jani Says:

  Happy Bithday-Many returns of the day.

  Like

 4. Dr.CHANDRAVADAN MISTRY Says:

  HAPPY BIRTHDAY, VIVEKBHAI !

  Like

 5. Pinki Says:

  nice selection dr.man !!

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: