ધુળેટી…હોળીનો પૈસો આલો, નવાઈલાલ !…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ધુળેટી.કાલે આપણે ઈકોફ્રેન્ડલી રંગો બનાવવાની રીત જોઈ હતી તો તૈયાર છો ને આ રંગોથી રમવા માટે.તો ચાલો પહેલા તમારો વારો.અરે ત્યાં તો જુઓ પેલા નવાઈલાલ હજું તો સાવ કોરા કટ છે એ તો કેમ ચાલે ? બરાબર મિત્રો આ સંવાદ તો આજે  ઠેર ઠેર સંભળાશે.અને કેટલાક બાળકો આ માટે હોળીનો પૈસો પણ લઈ લેશે.કંઈક આવી જ વાતની સાક્ષી પુરાવતી આ બાળરચના તો આપ માણશો આપના રંગોત્સવની સાથે સાથે. અને આમ પણ પોતાના પ્રિયજન સાથે પણ હોળી રમવાની મજા ઓર જ હોય છે જેના પ્રેમમાં એટલા ભીંજાઈ ગયા હોઈએ કે આ રંગો પણ સ્પર્શી ન શકે ખરું ને.આપનો મંતવ્ય આપશો ને આપને કેવી લાગી આ હોળીની ઉજવણી.

 

holiii

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !

હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

 

આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !

આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !

 

ખાવા છે સેવ ને ધાણી, નવાઈલાલ !

દાણ માંગે છે દાણી, નવાઈલાલ !

 

આવ્યા નિશાળીયા દોડી, નવાઈલાલ !

શાહીની શીશીઓ ઢોળી, નવાઈલાલ !

 

ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !

સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !

 

જૂની પોતડી પહેરી, નવાઈલાલ !

લાગો છો રસિયા લહેરી, નવાઈલાલ !

 

ઊંધી તે પહેરી ટોપી, નવાઈલાલ !

હસશે ગામની ગોપી, નવાઈલાલ !

 

ચશ્માની દાંડી વાંકી, નવાઈલાલ !

આંખોની આબરૂ ઢાંકી, નવાઈલાલ !

 

ચાલોને ઘરમાં ફરશું, નવાઈલાલ !

નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !

 

કોરાં રહેવાની વાત મૂકો, નવાઈલાલ !

આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !

 

મૂંછોમાં બાલ એક ધોળો, નવાઈલાલ !

કાળા કલપમાં બોળો, નવાઈલાલ !

 

કૂવા કાંઠે તે ના જાશો, નવાઈલાલ !

જાશો તો ડાગલા થાશો, નવાઈલાલ !

 

આજે સપરમો દાડો, નવાઈલાલ !

લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !

 

ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !

હોળીનો પૈસો આલો, નવાઈલાલ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: