ફાગણની વધામણી(૧)…ફાગણનો મલકાટ…..રમેશપટેલ ”આકાશદીપ”

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આમ તો ફાગણ મહિનાની શરૂઆત તો ક્યારની થઈ ગઈ છે ને આપને વાયદો કરેલ તો લઈને આવ્યો છું ફાગણ મહિનાની ઉજવણી.આમ તો ફાગણ એટલે ફાલ અને ફોરમ બંનેની મોસમ.ખેતરમાં સારો પાક પાક્યો હોય અને પાછી લીલીછમ વનરાજી અને ફૂલોના ખીલવાથી વાતાવરણ આહલાદક અને માદક બની જાય છે.આવા ફાગણ મહિનામાં સાથે સાથે ઉનાળાની પણ શરૂઆત થાય છે.ઋતુ અનુસાર ગુજરાતી મહિનાઓને પણ વહેંચવામાં આવેલા છે.

શિયાળો  કારતક

                  માગશર

પોષ

મહા

 

ઉનાળો ફાગણ

ચૈત્ર

    વૈશાખ

જેઠ

 

ચોમાસુ  અષાઢ

    શ્રાવણ

       ભાદરવો

    આસો.

તો ચાલો વધાવીએ આ ફાગણના મલકાટને રમેશ પટેલના આ અનોખા અંદાજમાં…

 kesuda

 

ફાગણ વ્હેંચે  ફોરમ   ડાળડાળ

આતો  કેવા વસંતના  રે વ્હાલ

 

હોઠ મલકે ને નયનો નખરાળ

મન મેળામાં મલક્યો મલકાટ

 

નથી  હોળી છે દિલડાની આગ

ફૂલડે વધાવીએ પૂનમીઓ ફાગ

 

છે રંગીલી હોળી ઉડાડતી ગુલાલ

આવો  રમીએ થઈ રાધાના કાન

 

કેસૂડો  વધાવે  હરખ  વનવાટ

અંગઅંગ મલકે રતુંબલ ઉપહાર

 

છે ખોળો કુદરતનો  ફાગી ખુશહાલ

આ છે મીલનના મસ્ત વાસંતી વ્હાલ

 …………………………………

રમેશ પટેલ(આકાશદીપ)

Advertisements

5 Responses to “ફાગણની વધામણી(૧)…ફાગણનો મલકાટ…..રમેશપટેલ ”આકાશદીપ””

 1. jayeshupadhyaya Says:

  જયશ્રી કૃષ્ણ

  અઠવાડીયા પહેલાંજ ઉત્તર ગુજરાતના પોળોના જંગલમાં (વિજયનગર)માં ફરવાનું થયું ત્યારે ફુલબહારમાં ખીલેલા કેસુંડા જોઇ ફાગણનેએ આવીજ અનુભુતી થઇ સરસ આનંદ થયો

  Like

 2. Vital Patel Says:

  છે રંગીલી હોળી ઉડાડતી ગુલાલ

  આવો રમીએ થઈ રાધાના કાન

  ફાગણ વ્હેંચે ફોરમ ડાળડાળ

  આતો કેવા વસંતના રે વ્હાલ
  Faganni masti, let us be happy.

  Vital Patel

  Like

 3. Dr.CHANDRAVADAN MISTRY Says:

  FAGAN & FULO….& nice Rachana by Rameshbhai…& it is nice of you to publish it as a Post with nice flowers….Keep posting !…Kaka

  Like

 4. Bina Says:

  જયશ્રી કૃષ્ણ હિતેશભાઇ,
  રમેશભાઇ ની સરસ રચના!
  http://binatrivedi.wordpress.com/

  Like

 5. bhushan bhatt Says:

  mja avigay mota bhai

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: