રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…માનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૮મી ફેબ્રુઆરી.આજે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આજના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીક ઉજવાય છે.

વિજ્ઞાનની સૌથી મોટી શોધ વૈજ્ઞાનિક પદ્ધતિ છે.વિજ્ઞાન વડે માનવ સૂક્ષ્મ નિરિક્ષણ કરે છે,પ્રયોગ કરે છે,ચકાસણી કરે છે અને છેલ્લે સત્ય તારવે છે.જ્યાં સૂર્યનાં કિરણૉ પણ નથી પહોંચી શકતાં ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈ માનવે કેટલાય વણઉકલ્યાં રહસ્યો છતાં કર્યાં છે.વિજ્ઞાન એ માનવજાત માટે ઈશ્વરનું વરદાન છે.પૃથ્વીથી હજારો કિમી દૂરના અવકાશમાં પણ માનવ અવનવાં સંશોધનો કરશે તેની એક સદી પહેલા કલ્પના પણ નહોતી તે આજે શક્ય બન્યું છે.આજે અત્યારે હું અને આપ સર્વે મિત્રો પણ આટલા દૂર હોવાં છતાં એકબીજાના આટલા નજદીક અને આપણી ભાષાના સાહિત્યને એકબીજા સાથે વહેંચી શકીએ છીએ એ પણ તો આ વિજ્ઞાનને જ આભારી છે ને.તો ચાલો આજના દિને આવાં મહાન વૈજ્ઞાનિકોના જીવન અને કાર્યોમાંથી પ્રેરણાં લઈ નવી દિશા, ક્ષિતિજો તરફ ઉડાન ભરીએ. તો ચાલો આજે માણીએ આપણા કવિલોકના શ્રી દિલીપ પટેલની આ રચના જે વિજ્ઞાનના લાભ-ગેરલાભ સાથે સાથે એ ઈશ્વરીય શક્તિનો પણ અંશ આપી જાય છે.

 nsd

પોપચાં  ક્યારે  ઢળેસમણાં બસ  ઈંતેજાર  કરે

નિશા સમે શાંતિ તોયે માનવી બસ પડખાંભેર ફરે.

 

ટેસ્ટ ટ્યુબ બેબી કે ડૉલીનું પ્રભુ બની નિર્માણ કરે

બાયોટેરરીઝમના નામે  માનવી તું હેવાનિયત કરે. 

 

વિજ્ઞાન  કેટલું  વિકસ્યું!   અંતરિક્ષે  હરણફાળ  ભરે

કૂપમંડુક થૈ હું” “તુંમાં માનવી બસ અટવાયા કરે.

 

ઈન્ટરનેટ આગમને ગ્લોબલ વિલેજ જ્યાં શક્ય બને

ધર્મવર્ણ નામે ઝનૂન કરી  માનવી ભાગલા કરે.

 

વિશ્વ સમૃધ્ધિ  શિખરે  છતાં  અશાંતિ  ચહુદિશે  રહે

કપોતો પંપાળી શાંતિદંભે માનવી માનવીને હણે.

 

મરકટ થયેલું    મનડું  ભૂલભૂલામણીમાં  ભમે

ભોમિયો બની પ્રભુ બસ  માનવી પર અહેસાન કરે.

…………………………………………………….

દિલીપ આર. પટેલ

Advertisements

4 Responses to “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…માનવી અને વિજ્ઞાન…..દિલીપ આર.પટેલ”

 1. Ramesh Patel Says:

  નવી દિશા, ક્ષિતિજો તરફ ઉડાન ભરીએ. તો ચાલો આજે માણીએ આપણા કવિલોકના શ્રી દિલીપ પટેલની આ રચના જે વિજ્ઞાનના લાભ-ગેરલાભ સાથે સાથે એ ઈશ્વરીય શક્તિનો પણ અંશ આપી જાય છે.
  vaaha Dr Hiteshbhai…Nice selection.

  વિજ્ઞાન કેટલું વિકસ્યું! અંતરિક્ષે હરણફાળ ભરે

  કૂપમંડુક થૈ “હું” “તું” માં માનવી બસ અટવાયા કરે.
  True focus
  Ramesh Patel(aakashdeep)

  Like

 2. હોળી…રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…રંગીલો ફાગણનો મહિનો….. « મન નો વિશ્વાસ Says:

  […] વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…માનવી અને વિજ… રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં […]

  Like

 3. હોળી…રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…રંગીલો ફાગણનો મહિનો….. - સુલભ ગુર્જરી Says:

  […] વળી વિજ્ઞાનદિવસની જાણકારી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ…માનવી અને વિજ… રચનાની મુલાકાત પણ જરૂરથી લેજો હોં […]

  Like

 4. HASMUKHBHAI B.GADHIYA Says:

  DILIP R. PATEL NU KAVY KHUB GAMYU. AAJNO VIDYARTHI VIGNANMA RAS LETO THAY TE KHUB JARURI CHHE.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: