જલારામબાપાની પુણ્યતિથિ…જપો જલારામ…..ડો.ચંદ્રવદન મિસ્ત્રી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા વદ દશમ.એટલે જલારામબાપાની પુણ્યતિથિ.વીરપુરમાં ૦૫-૧૧-૧૭૯૯ કારતક સુદ સાતમના રોજ જન્મેલા શ્રી જલારામ બાપાની નામના ગુજરાત જ નહી બલ્કે દેશ-વિદેશમાં ફેલાયેલી છે.તેમના પિતા પ્રધાન ઠક્કર વીરપુરમાં લોહાણા જ્ઞાતિના વેપારી હતા તથા તેમની માતા રાજબાઈ હતા.પણ જલારામ બાપાનું ધ્યાન ચિત્ત વેપારમાં ન લાગતું અને નાનપણથી તેઓ ભક્તિના રંગે રંગાયેલા હતા.“જે દે ટુકડો તેને ભગવાન ઢુંકડૉ” એ યુક્તિ તેમણૅ પોતાના જીવનચરિત્રથી યથાર્થ સાબિત કરી હતી અને તેમણે સદાવ્રત પણ શરૂ કરેલ જેની નામના ચોતરફ છે અને તેમના આ કાર્યમાં તેમના ધર્મપત્ની વીરબાઈનો પણ સહયોગ હતો.જલારામબાપાના પરચા તો અનેરા છે.તો આજે ડો.ચંદ્રવદન કાકાના પુસ્તક ભક્તિભાવના ઝરણાંમાંથી જલારામ બાપાનું આ સ્તવન રજું કરું છું.જય જલારામ.

 jalarama

 

જપો જલારામ, જપો જલારામ,

અરે, તમો જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ,

     અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ…(ટેક)

 

તમો વહેલી સવારે જપજો એને,

તમો રાત્રિએ પણ ના ભૂલશો એને,

અરે, તમો હરદિન જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ,

     અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ…(ટેક)

                 જપો જલારામ…(૧)

 

તમો મુખેથી ભજશો એને,

તમો હૈયે પણ રાખશો એને,

અરે, તન મનથી જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય, મારે બીજું કાંઈ ના કામ,

     અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ…(ટેક)

                 જપો જલારામ…(૨)

 

તમો કહેજો બાપા એને,

તમો કહેજો જલીયો એને,

અરે, તમો ભાવથી જપો જલારામ, જપો જલારામ,

એ નામ સિવાય,મારે બીજું કાંઈ ના કામ,

     અરે ભાઈ, મારે બીજુ કાંઈ ના કામ…(ટેક)

                 જપો જલારામ…(૩)

 

ચંદ્રકહે, જેના અંતરમાં જલારામ વસે,

પરચો બતાવી, જલો મારો સંકટ એના દૂર કરે !

                 જપો જલારામ…(૪)

……………………………………..

    કાવ્યરચના – ૬ જુન ૧૯૯૨

Advertisements

2 Responses to “જલારામબાપાની પુણ્યતિથિ…જપો જલારામ…..ડો.ચંદ્રવદન મિસ્ત્રી”

 1. DR. CHANDRAVADAN MISTRY Says:

  Hitesh, SO HAPPY to read this Post..one it is showing my Kavya, and secondly, I am Jalarambapa Bhakt. Jalabapa is in my heart. However, you will not believe that today ( maha Vad Dasam ) is the Purnatithi & I did not know. Nice to read this post !

  Like

 2. Ramesh Patel Says:

  Jay JalaramBapa

  Dr Chandravadanbhai,
  you have showered us with devoted feelings.

  Also read about you on sahityasangam.

  Ramesh Patel(Aakashdeep)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: