વસંતરાજાના આગમનની વધાઈ- ૪…વસંતના વ્હાલ…..રમેશ પટેલ (આકાશદીપ)

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો

આજે એક વાત કહું કે આ યોગાનુયોગ છે કે ચમત્કાર કે એની કૃપા કે ઋણાનુબંધ.કારણકે હજી આઠમના દિવસે ખોડિયાર માતાના જન્મદિન નિમિત્તે મનના વિશ્વાસ અને સુલભગુર્જરી પર આરતી અને ગરબો મૂકેલ.અને ત્યારે વાત કરેલી વરાણાની અને ત્યાં તો તેમની પ્રસાદી પણ આવી ગઈ અને એમ કહુ કે એક અઠવાડિયા બાદ જાણે કે માતાનો બુલાવો આવ્યો અને મારી બહેન હિનાબેને ત્યાં જવાનો કાર્યક્રમ બનાવ્યો.અને આખરે મહા મહિનામાં જ તેમના દર્શનની મારી ઈચ્છા જાણે કે તેઓએ પૂરી કરી દીધીને તેમની આ તલની પ્રસાદી જે સ્હાની (જે શબ્દોમાં નથી લખી શકતો તેને) ઘાણી કરવી એમ કહેવાય છે.અને કહેવાય છે કે જેવી રીતે મામડિયાની સંતાનની આશા પૂરી કરેલ તેવી જ રીતે મા સંતાનની આશા પૂરી કરે છે.

અને હા અત્યારે વસંતની મોસમ છે ને આપણા મિત્ર રમેશ પટેલ તેમની રચના ન મોકલે તેવું તો કઈ રીતે બને…?તો ચાલો માણીએ તેમની આ રચના જેમાં એક યુવતીની પોતાની સહિયર સાથેનો વાર્તાલાપ છે.

vasant_na_vhal
આ મ્હેંક્યા વસંતના વ્હાલ
કે સહિયર શું કરીએ

   મ્હેંદી  મૂકી  હાથ

કે સહિયર શું કરીએ


આ નીકળ્યાં ઝરણાં તોડી પહાડ
ને   વાગી   વાંસલડી  રે વાટ
કે સહિયર શું કરીએ


આ ફૂલે મઢ્યા ગાલ
કે સહિયર શું કરીએ
આ આભે ખીલ્યો ચાંદ
ને ફાગણ  ખેલે ફાગ
કે સહિયર શું રમીએ

આ કોટે વળગ્યા વહાલ
કે સહિયર શું કરીએ
  યૌવનનો   ઉભરાટ
ને કોયલ બોલે ઊંચે ડાળ
કે સહિયર શું કરીએ

આ મ્હેંદી મૂકી  હાથ
ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
કે સહિયર સાથ રમીએ(૨)

Advertisements

2 Responses to “વસંતરાજાના આગમનની વધાઈ- ૪…વસંતના વ્હાલ…..રમેશ પટેલ (આકાશદીપ)”

 1. Chirag Patel Says:

  આ કોટે વળગ્યા વહાલ
  કે સહિયર શું કરીએ

  આ મ્હેંદી મૂકી હાથ
  ને ખૂલ્યાં પ્રેમનાં દ્વાર
  કે સહિયર સાથ રમીએ(૨)
  Nice to enjoy as spring.

  Chirag Patel

  Like

 2. Vital Patel Says:

  આ મ્હેંક્યા વસંતના વ્હાલ
  કે સહિયર શું કરીએ

  આ મ્હેંદી મૂકી હાથ

  કે સહિયર શું કરીએ

  Khuba ja gamatu geet and nice picture.

  Vital Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: