તો તકલીફ જેવું કંઈ નથી…..કિરીટ ગોસ્વામી

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે પ્રસ્તુત કરું છું એક ફરમાઈશી ગીત. આપણા મિત્ર ડો.કેયુરભાઈની ફરમાઈશ હતી કે નિરાશામાં પણ આશા જન્માવે તેવી કોઈ રચના મનના વિશ્વાસ પર મૂકો.તો આ માટેની હરિવંશરાય બચ્ચનની એક રચના કોશિશ કરનેવાલો કી હાર નહી હોતી અગાઊ પ્રદર્શિત થઈ ચૂકી છે અને કંઈક આવી જ લાગણી અને દુઃખમાં પણ લડવાની તાકાત જોમ ઉત્પન્ન કરે છે તો માણો કિરીટ ગોસ્વામીની આ રચના…

zanzavat 

મન કહે તે માન તો તકલીફ જેવું કંઈ નથી,
તું, તને પહેચાન તો તકલીફ જેવું કંઈ નથી.

લાખ ઝંઝાવાતમાં પણ જીવવાની છે મજા,
ભવ્ય હો અરમાન તો તકલીફ જેવું કંઈ નથી.

પ્રેમ-ભીની પાંપણો પાસે ઝૂકી જા, પ્રેમથી;
મૂક સઘળાં માન તો તકલીફ જેવું કંઈ નથી.

ઝંખના આ વિશ્વમાં સ્થાયી થવાની છે દુ:ખદ,
થા અહીં મહેમાન તો તકલીફ જેવું કંઈ નથી.

છે પરમ-સુખ બસ, પરમને પામવાની વાતમાં,
ધર પળેપળ ધ્યાન તો તકલીફ જેવું કંઈ નથી.

………………………………………………………..

ફરમાઈશ કરનાર મિત્ર :-ડો.કેયુરભાઈ પટેલ

Advertisements

6 Responses to “તો તકલીફ જેવું કંઈ નથી…..કિરીટ ગોસ્વામી”

 1. govindmaru Says:

  ‘તું, તને પહેચાન તો તકલીફ જેવું કંઈ નથી.’
  ‘મૂક સઘળાં માન તો તકલીફ જેવું કંઈ નથી.’
  કિરીટભાઈ ગોસ્વામીની ની રચના માણી મન પુલકીત થયું
  અભીનં્દન….
  ગોવીં્દ મારુ
  govindmaru.wordpress.com/

 2. Vital Patel Says:

  પ્રેમ-ભીની પાંપણો પાસે ઝૂકી જા, પ્રેમથી;
  મૂક સઘળાં માન તો તકલીફ જેવું કંઈ નથી.

  Great teach. vah Hiteshbhai

  Vital Patel

 3. Ramesh Patel Says:

  નિરાશામાં પણ આશા, મનના વિશ્વાસ પર એક કોશિશ કરનેવાલો

  નાનાં નાનાં પગલાં ને વળી પંખ પંખીની નાની
  સાત સાગરને લાંબી ડગરો લાગે તેને ટુંકી.

  Ramesh Patel(Aakashdeep)

 4. બીના Says:

  સુંદર કૃતિ. ખૂબ ગમી. બીના
  http://binatrivedi.wordpress.com/

 5. બીના Says:

  સુંદર કૃતિ. ખૂબ ગમી.

 6. યશવંત ઠક્કર Says:

  ખૂબ ખૂબ સરસ. અભિનંદન.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: