વસંતપંચમી… સરસ્વતી દિન …હરિ ! આવો ને….. ન્હાનાલાલ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે મહા સુદ પાંચમ,એટલે કે વસંતપંચમી.વસંત એટલે અંકુરણનો સમય પછી પ્રેમ હોય, પ્રકૃતિ હોય કે પછી માણસ.જેમા પશ્ચિમના દેશોમાં અને હવે તો અહી પણ  વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે પણ જો આપણા ભારતમાં જોવા જઈએ તો પ્રેમના સૌથી મહત્વના દિવસ તરીકે કદાચ વસંતપંચમીની જગ્યા કોઈ લઈ શકે.આમ જોઈએ તો વર્ષોથી શ્રીકૃષ્ણ અને તેના પણ પહેલાના સમયથી જો આપણી સંસ્કૃતિમાં ઈન્ડિયન વેલેન્ટાઈન ડે વસંતપંચમી છે.અને તેથી તો દિવસને વણજોયું મુહુર્ત ગણવામાં આવે છે.વસંત તો તમામ ઋતુઓનો રાજા છે.પ્રકૃતિ પણ સમયગાળામાં એક નવોઢાની જેમ શણગાર સજીને તૈયાર થાય છે.વસંત તો પ્રકૃતિનું યૌવન છે.અને વૃક્ષોની ડાળે ખીલેલી લીલી કુંપળોને જોઈને દરેકના મનમાં પ્રેમના અંકુરણ પણ જાણેઅજાણે થાય છે અને આવા મોસમમાં પોતાના પ્રિયજનની યાદ સતાવે તો નવાઈ.તો કવિ ન્હાનાલાલ પણ પોતાના કાવ્યમાં પ્રભુને સાદ પાડી બોલાવે છે

અને હા જેવી રીતે નવરાત્રિમાં આદ્યશક્તિની અને દિવાળીમાં દેવી લક્ષ્મીની પૂજા થાય છે તેમ વસંતપંચમીના દિવસે વિદ્યાની દેવી સરસ્વતી દેવીની પૂજાઅર્ચના થાય છે.એક માન્યતા મુજબ આજે સરસ્વતી દેવીનો જન્મદિન મનાતો હોવાથી આજના દિનને સરસ્વતી દિન પણ કહે છે. દિવસે પીળા રંગનું ખાસ મહત્વ ગણવામાં આવે છે.તો કવિ ન્હાનાલાલની રચના માણતા પહેલા ચાલો મા શારદાનું સ્મરણ કરી લઈએ.

 

या देवी सर्वभूतेषु,विद्यारुपेण संस्थिता     I

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः  II

 

श्रीसरस्वती स्तुति..
saraswati-mata 
या कुन्देन्दु- तुषारहार- धवला या शुभ्र- वस्त्रावृता
     या वीणावरदण्डमन्डितकरा या श्वेतपद्मासना |
या ब्रह्माच्युत- शंकर- प्रभृतिभिर्देवैः सदा पूजिता
     सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा || ||
 
दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीमक्षमालां दधाना
     हस्तेनैकेन पद्मं सितमपि च शुकं पुस्तकं चापरेण |
भासा कुन्देन्दु- शंखस्फटिकमणिनिभा भासमानाऽसमाना
     सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना || ||
 
आशासु राशी भवदंगवल्लि
     भासैव दासीकृत- दुग्धसिन्धुम् |
मन्दस्मितैर्निन्दित- शारदेन्दुं
     वन्देऽरविन्दासन- सुन्दरि त्वाम् || ||
 
शारदा शारदाम्बोजवदना वदनाम्बुजे |
सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं क्रियात् || ||
 
सरस्वतीं च तां नौमि वागधिष्ठातृ- देवताम् |
देवत्वं प्रतिपद्यन्ते यदनुग्रहतो जनाः || ||
 
पातु नो निकषग्रावा मतिहेम्नः सरस्वती |
प्राज्ञेतरपरिच्छेदं वचसैव करोति या || ||
 
शुद्धां ब्रह्मविचारसारपरमा- माद्यां जगद्व्यापिनीं
     वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम् |
हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां
     वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् || ||
 
वीणाधरे विपुलमंगलदानशीले
     भक्तार्तिनाशिनि विरिंचिहरीशवन्द्ये |
कीर्तिप्रदेऽखिलमनोरथदे महार्हे
     विद्याप्रदायिनि सरस्वति नौमि नित्यम् || ||
 
श्वेताब्जपूर्ण- विमलासन- संस्थिते हे
     श्वेताम्बरावृतमनोहरमंजुगात्रे |
उद्यन्मनोज्ञ- सितपंकजमंजुलास्ये
     विद्याप्रदायिनि सरस्वति नौमि नित्यम् || ||
 
मातस्त्वदीय- पदपंकज- भक्तियुक्ता
     ये त्वां भजन्ति निखिलानपरान्विहाय |
ते निर्जरत्वमिह यान्ति कलेवरेण
     भूवह्नि- वायु- गगनाम्बु- विनिर्मितेन || १०||
 
मोहान्धकार- भरिते हृदये मदीये
     मातः सदैव कुरु वासमुदारभावे |
स्वीयाखिलावयव- निर्मलसुप्रभाभिः
     शीघ्रं विनाशय मनोगतमन्धकारम् || ११||
 
ब्रह्मा जगत् सृजति पालयतीन्दिरेशः
     शम्भुर्विनाशयति देवि तव प्रभावैः |
न स्यात्कृपा यदि तव प्रकटप्रभावे
     न स्युः कथंचिदपि ते निजकार्यदक्षाः || १२||
 
लक्ष्मिर्मेधा धरा पुष्टिर्गौरी तृष्टिः प्रभा धृतिः |
एताभिः पाहि तनुभिरष्टभिर्मां सरस्वती || १३||
 
सरसवत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः
वेद- वेदान्त- वेदांग- विद्यास्थानेभ्य एव च || १४||
 
सरस्वति महाभागे विद्ये कमललोचने |
विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमोस्तु ते || १५||
 
यदक्षर- पदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् |
तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि || १६||
 
 || इति श्रीसरस्वती स्तोत्रं संपूर्णं||

 

 vasant-panchami

 

વસન્ત ખીલે શતપાંખડી, હરિ ! આવો ને;

સૃષ્ટિએ ધરિયા સોહાગ; હવે તો હરિ ! આવો ને.

 

વિશ્વ વદે છે વધામણી, હરિ ! આવો ને;

આવી વાંચો અમારા સોભાગ્ય; હવે તો હરિ ! આવો ને.

 

ચંદરવો કરે ચન્દની, હરિ ! આવો ને;

વેર્યાં તારલિયાના ફુલ; હવે તો હરિ ! આવો ને.

 

પ્રભુ પાથરણાં દઈશ પ્રેમનાં, હરિ ! આવો ને;

દિલ વારી કરીશ સહુ ડુલ; હવે તો હરિ ! આવો ને.

 

જળમાં ઉઘડે પોયણાં, હરિ ! આવો ને;

એવા ઉઘડે હૈયાના ભાવ; હવે તો હરિ ! આવો ને.

 

આ માથે મયંકનો મણિ તપે,હરિ ! આવો ને;

એવા આવો જીવનમણિ ભાવ !હવે તો હરિ ! આવો ને.

 

આ ચંદની ભરી છે તલાવડી,હરિ ! આવો ને;

ફૂલડિયે બાંધી છે પાંજ,હવે તો હરિ ! આવો ને.

 

આસોપાલવને છાંયડે, હરિ ! આવો ને;

મનમહેરામણ, મહારાજ ! હવે તો હરિ ! આવો ને.

 

મ્હારે સુની આયુષ્યની શેરીઓ, હરિ ! આવો ને;

મ્હારે સૂની સૌ જીવનની વાટ; હવે તો હરિ ! આવો ને.

 

મ્હારા કાજળ કેરી કુંજમાં, હરિ ! આવો ને;

મ્હારા આતમસરોવરઘાટ; હવે તો હરિ ! આવો ને.

 

મહાકવિ નાનાલાલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: