પ્રજાસત્તાક દિન…લાલ કિલ્લો ગર્વીલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી જાન્યુઆરી.આપણો પ્રજાસત્તાક દિન.સ્વરાજ્ય પહેલાં એને પૂર્ણ સ્વરાજદિન કહેતા હતા.સને 1930માં એ દિવસે સમસ્ત ભારતવર્ષે મુકમ્મિલ આઝાદી એટલે સંપૂર્ણ સ્વતંત્રતાની પ્રતિજ્ઞા લીધેલી. ભારત સ્વતંત્ર થયું અને તેનું નવું બંધારણ ઘડાયું ત્યારે એ બંધારણને અમલમાં મૂકવાના દિવસ તરીકે આ દિવસ ૨૬-૦૧-૧૯૫૦ના રોજ પસંદ થયો હતો. તેથી, તે પ્રજાસત્તાક દિન કહેવાય છે.તો આજે તો દિલ્હીમાં આપણા લાલ કિલ્લાને ખૂબ સજાવ્યો છે અને ધ્વજવંદનની સાથે સાથે લશ્કરી પરેડ અને જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા છે.તો ચાલો આજે માણીએ આપણા રમેશ પટેલની આ રચના અને લાલ કિલ્લાના ઉત્સાહને વધાવી લઈએ.


લાલ કિલ્લો ગર્વીલો

 
laal-killo

 

મસ્ત ગગને મસ્ત હવામાં,
જોમ ભરે જોશીલો
કસુંબલ કેસરી ધવલ લીલો
અશોક ચક્રે શોભીલો
ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)
 
નોંખી નોંખી સંસ્કૃતિથી શોભતો
સાગર રણ હિમાળો
છે   વાણીનાં   ઝરણાં    જુદાં
થાય સરિતા ધોધો
ભારત પ્રેમ પ્રકાશનો પ્યાલો
હરખે  લાલ કિલ્લો  ગર્વીલો(૨)

આઝાદીની ગાથાએ લહેરાતો
જોશ ભરે સંતાનો
શ્વેત    પારેવડાં   દે  સંદેશા
અમન શાન્તિનો નારો
વંદે માતરમ ભાવે જનજન જાગ્યો
 
હરખે   લાલ કિલ્લો  ગર્વીલો(૨)
 
રાષ્ટ્ર શોભે તારી શાને
છે જોમવંતો જયહિન્દ નારો
રાષ્ટ્ર ધૂને હરખે વીર જવાનો,
રાષ્ટ્ર  અમારો    મોંઘેરો
ધન્ય ગૌરવ દિન અમારો
ફરફર ફરકે  અમારો  ત્રિરંગો
હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

Advertisements

2 Responses to “પ્રજાસત્તાક દિન…લાલ કિલ્લો ગર્વીલો…..રમેશ પટેલ ‘આકાશદીપ’”

 1. Vital Patel Says:

  કસુંબલ કેસરી ધવલ લીલો
  અશોક ચક્રે શોભીલો
  ફર ફર ફરકે અમારો ત્રિરંગો,
  છે જોમવંતો જયહિન્દ નારો
  રાષ્ટ્ર અમારો મોંઘેરો
  ધન્ય ગૌરવ દિન અમારો

  wonderful words and way to express feelings.Very nice.

  Vital Patel

  Like

 2. Keyur Patel Says:

  Congratulation Dr Hiteshbhai

  A special Day, your selection of pictures according demand of songs are impressive.

  Aakashdeep has flagged Trirango

  ફરફર ફરકે અમારો ત્રિરંગો
  હરખે લાલ કિલ્લો ગર્વીલો(૨)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: