એ સોળ વરસની છોરી…..પ્રિયકાન્ત મણીયાર

by

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી જાન્યુઆરી.આજે છે ગુજરાતી સાહિત્યના રોમેન્ટિક મિજાજ ધરાવતા કવિ શ્રી પ્રિયકાન્ત મણીયાર નો જન્મ ૨૪-૧૧-૧૯૨૭ના રોજ વિરમગામમાં થયેલો જે મારા પપ્પાનું પણ જન્મસ્થળ છે.નાનકડી દુકાનમા સંઘેડા ઉપર હાથીદાંતની ચૂડીઓ ઉતારતા એવાં જ સંઘેડા ઉતારગીતો કાગળ પર તેઓ ઉતારતા.કંકણકળા અને કાવ્યકળા બંને તેમને હસ્તગત હતી.એમના પ્રથમ કાવ્યસંગ્રહ “પ્રતિક”ને કુમાર સુવર્ણચંદ્રક તથા ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક મળૅલ.આ ઉપરાંત તેમના અશબ્દ રાત્રિ, સ્પર્શ લીલેરો ઢાળ સહિત સાત કાવ્યસંગ્રહો પ્રકાશિત થયેલા.તેઓ તો રુપકોના રાજા છે.અકૃષ્ણરાધાના આ કવિ સોળ વરસની કન્યાનું વર્ણન કરવાનું માથે લે તો રુપકોની રસધાર ન છૂટે તો જ નવાઈ. તો યે એની મટકી રહેતી કોરી જેવો ચમત્કારીક ઉપાડ આપણને તરત જ ગીતમાં ખેંચી લે છે. અને ગીતના અંત સુધીમાં તો મન આખું આ સોળ વરસની છોરીના આ શબ્દચિત્રથી લીલુંછમ થઈ જાય છે.ખરુંને તો ચાલો માણિએ તેમની આ રચના.

16yrgirl

એ સોળ વરસની છોરી
સરવરિયેથી જલને ભરતી તો યે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેંક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખાં ગાલે ખંજન રાજે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

 

મહીં વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપાનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરના મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ-દોરી.
એ સોળ વરસની છોરી

 

એનાં પગલેપગલે પ્રગટે ધરતી ધૂળમાં કંકુની શી રેલ,
એના શ્વાસેશ્વાસે ફૂટે ઘુમરાતા આ વાયરામાં વેલ
એના બીડ્યા હોઠ મહીં તો આગ ભરેલો ફાગણ ગાતો હોરી.
એ સોળ વરસની છોરી

Advertisements

One Response to “એ સોળ વરસની છોરી…..પ્રિયકાન્ત મણીયાર”

 1. Vital Patel Says:

  Let me share a poem of Aakashdeep on this subject

  સોળ વરસે
  સોળ વરસે જાગે શોણલાં સખી સંગાથે સાંજે
  વાસંતી વાયરે ઊડે દિલડું પંખીડાની પાંખે
  નયન ઢળે ને રંગરસિયો રાસે રમવા આવે
  નવરંગી ચૂંદલડી સજી હું ગરબે ઘૂમતી ભાવે
  વન ઉપવનનાં ફુલડાં દેખી મનમાં હું મલકાતી
  ઝરુખે ઊભી દિવા સ્વપ્નોમાં હસતી હું ખોવાતી
  ચંચળ ચિત્ત બની મરકટ, ચાળા કરતું રંગેઢંગે
  પારેવાની જોડ જગવતી ઋજુ સ્પંદનો અંગે
  સાગર તટે રેતી પટે ચીતરું આંગળીયોથી ભાત
  ચરણ પખાળી મોજાં શીખવે ભીના ભીના વહાલ
  આભલે સરકે રંગ વાદળી મન ગાયેછે ગીત
  ફરફર ફરકે કેશ જગાડવા યૌવનનું સંગીત
  સપનામાં શણગાર સજી હું મલકી હલકી હલકી
  થઈ સોળ વરસની સ્વપ્ન સુંદરી ત્રીલોકે હું ઘૂમી
  રમેશ પટેલ(આકાશદીપ્)

  Vital Patel

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: