મિત્રતા…..શૈલ્ય

by

 જય શ્રીકૃષ્ણ,

આજે છે ૧૬મી જાન્યુઆરી.આજનો દિવસ મારા માટે બહુ જ મહત્વનો છે કારણકે આજના દિવસે જ મને મારી સૌથી ખાસ અને પ્રિય મિત્ર મન મળેલી.અને તેમની મિત્રતાએ મને ખૂબ જ મદદ કરી છે મારા જીવનના દરેક સારા નરસા પ્રસંગોમાં મને સાથ સહકાર અને હિંમત આપી છે અને સાચા અર્થમાં તો આ દિન મારા માટે તો ફ્રેન્ડશીપ ડે છે.તો આજે આપણા મિત્ર શૈલ્યની મિત્રતા પરની આ રચના હું મારી મિત્ર મનને અર્પણ કરતા તેમનો આભાર માનું છું. વળી રાજીવ ગોહેલની આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી રચના જે અગાઉ રજુ થઈ છે તે પણ તેમને અર્પિત કરું છું.

my-friend 

મિત્રતાના અણમોલ વચને બંધાયો છુ,
વણકહેલ એવા વાયદે બંધાયો છુ.

સુખના દ્વાર તને સોંપવા સર્જાયો છુ,
દુઃખના દાયરા દૂર રાખવા બંધાયો છુ.

વિકટ કેડીએ રાહબર બનવા રચાયો છુ,
અંધારે તારા,પ્રકાશ બનવા રેલાયો છુ.

જીવનનૌકાને હલેસા હાંકવા હાજર છુ,
મઝધારે દીવાદાંડી બનાવા બેઠો છુ,

મિત્રતાના મજાના અંકુર ખીલવુ છુ,
તારી આંખોના દરેક સ્વપ્ને રોપાયો છુ,

તારા સાદને પડઘાવા પ્રસર્યો છુ,
હર કુરુક્ષેત્રે કૃષ્ણ બની અવતર્યો છુ.

…………………………………………….

શૈલ્ય

 

Advertisements

One Response to “મિત્રતા…..શૈલ્ય”

  1. DR. CHANDRAVADAN MISTRY Says:

    Shailya’s Rachana is very nice…Long live your Mitrata !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: