મેરી ક્રિસમસ…કાંકરિયા કાર્નિવલ ૨૦૦૮…ક્યા મલે…..?

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૫મી ડિસેમ્બર.આજે છે નાતાલ.તો સૌ મિત્રોને મેરી ક્રિસમસ.અને હાં નાતાલની કવિતા અગાઊ મુકેલ તે વાંચવાનું ભૂલતા નહી હોં કે.હા બાબા યાદ છે કે કાલે રાષ્ટ્રીય ગ્રાહક દિન પર વાત કહેવાની બાકી છે.

વળી વખતે ૨૪ થી ૩૦ ડિસેમ્બર સુધી ગ્રાહક ઉજવણી સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે.અને તે માટે ટોલફ્રી નંબર પણ અપાયો છે જે અહીં ચિત્રમાં જોઈ શકશો.તો ચાલો તે પહેલા ગ્રાહકના હકો અને ફરજો જાણી લઈએ.

 grahakdin

ગ્રાહકના હકો.

સલામતીનો

માહિતી મેળવવાનો

પસંદગીનો

ફરિયાદ કરવાનો

વળતર મેળવવાનો

શિક્ષણ મેળવવાનો

 

ફરજો.

ખરીદીમાં છેતરાતા બચો.

બીલ/રસીદ લેવાનો આગ્રહ રાખો.

વજન, માપ, ગુણવત્તા યોગ્ય હોલમાર્ક જેવા કે ISI, AGMARK, કે BIS તથા કિંમત   જાણીને ખરીદી કરો.

અતિશયોક્તિભરી અને લોભામણી તથા ગેરમાર્ગે દોરનારી જાહેરાતોમાં લલચાશો નહીં.

ખરીદીમાં છેતરપીંડી થઈ હોય, અપૂરતી સેવા મળી હોય તો માન્ય ગ્રાહક મંડળો અથવા જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી અથવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અથવા મામલતદારનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવો.

જરૂર પડે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરો.

તો થઈ કાલની અધૂરી વાત.પણ વળી આપણા અમદાવાદમાં પણ આજથી કાંકરિયા કાર્નિવલ ૨૦૦૮ નો શુભારંભ થવાનો છે તો તેને માણવા દરેક અમદાવાદી પહોંચી જશે.અને આજે આવી કંઈક અમદાવાદની ખૂબીઓ ગણાવતું ગીત રજું કરું છું.

 kankariya

ક્યા મલે કોઇ ને દોસ્તો મા આટલો પ્યાર,
કાઇક થાય ને મલવા આવે દોસ્તો હજાર

ક્યા આવી રીક્સા અને ક્યા આવા રસ્તા,
અહી ની રસ્ટોરન્ટ મોંધી ને પાન સસ્તા

અમદાવાદ મા જાત જાત ના લોકો વસ્તા,
દોસ્તો જોડે ટાઈમ નિકલે હસ્તા હસ્તા

ક્યા આવો વરસાદ ને ક્યા આવી ગરમી,
કોને યાદ નથી મમ્મી ના ખોલા ની નરમી

ક્યા મલે કોઇને દુકાન આટ્લી સસ્તી,
ક્યા મલે દૂકાનદારો ની આવી ગ્રાહક ભક્તી

ક્યા મલે કોઇ ને લાઇફ મા આટલી મસ્તી,
સૌથી બેસ્ટ આપણી અમદાવાદ ની વસ્તી

ક્યા આવી ઉત્તરાયન ને ક્યા આવી હોલી,
ફેસ્ટીવલ મા ભેગી થાય આખી દોસ્તો ની ટોલી

ક્યા આવી નવરત્ર ને ક્યા આવી દીવાળી,
ક્યા આવા દાંડીયા ને ક્યા આવા ધમાકા

ક્યા આવી cielo ને ક્યા આવી મારુતી,
ક્યા આવી લસ્સી ને ક્યા આવી જલેબી

ક્યા L.D.,HL, MG, Xaviers જેવી કોલેજો,
ક્યા GLS,JL,CN,X’aviers, Nirma જેવી સ્કૂલો

ક્યા મલે જીમખના જેવો સ્વીમીંગ પુલ,
ક્યા મલે ડ્રાઈવ-ઇન નો વીકએન્ડ

ક્યા મલે સી.જી. રોડ ની રંગીલી સાંજ,
ક્યા મલે લો ગાર્ડન ની છટાકેદાર રાત

ક્યા મલે એ ક્લબો ની મજા, ક્યા મલે એ મોડી રાતો ની મજા,
ક્યા મલે હોનેસ્ટ જેવી પાવ-ભાજી, ક્યા મલે આશોક જેવૂ પાન

ક્યા મલે freezeland જેવી કોફી,
ક્યા મલે ટેન જેવી નાન

અમદાવાદ નો રંગ નીરાળૉ,
અમદાવાદ નો ઢંગ નીરાળૉ

હોય ભલૅ એમા કૉઇ ખરાબી,
તો પણ ગર્વથી કહુ છુ કે હુ છુ અમદાવાદી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: