મુહમ્મદ રફીનો જન્મદિવસ…ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું…..બદ્રિ કાચવાલા

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૪મી ડિસેમ્બર.આજે છે હિન્દી અને ગુજરાતી ગીતોના એક અવિસ્મરણીય ગાયક શ્રી મુહમ્મદ રફીનો આજે જન્મદિવસ છે.તેમનો જન્મ ૨૪-૧૨-૧૯૨૪ના રોજ સિયાલકોટમાં થયો હતો.માત્ર તેર વર્ષની વયે સાયગલના આશીર્વાદથી આકાશવાણી રેડિયો સ્ટેશન પર તેઓ ગાવા લાગ્યા હતા.તેમના ગાયેલા ગુજરાતી અને હિન્દી ફિલ્મગીતોની યાદી અને યાદ તો બહું લાંબી છે જે પ્રગટ કરવા તો આ પોસ્ટ નાની પડે પણ એના બદલે તેમના અવાજમાં એક ગીત સંભળાવી દઉં તો.તો આજે તેમને શ્રદ્ધાપૂર્વક આ બદ્રિ કાચવાલાનું ગીત અર્પણ કરું છું.આ ગીતને મુહમ્મદ રફીના સ્વરમાં સાંભળવા માટૅ સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિની મુલાકાત જરૂરથી લેજો.વળી આજે રાષ્ટ્રીય ગ્રાહક દિન છે જેના વિશે કાલે વાત કરીશું…

 mulakaat

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું

Advertisements

One Response to “મુહમ્મદ રફીનો જન્મદિવસ…ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું…..બદ્રિ કાચવાલા”

  1. jayeshupadhyaya Says:

    બદ્રી કાચવાલાની એક ગઝલ મનહરના સ્વરમાં સાંભળેલી
    શબ્દો બહુ યાદ નથી પણ પ્રથમપંક્તિ આમ્જ કઇક હતી
    જરા આંખ મીંચુ તો છો તમે જો ઉઘડું તો તમે ખ્વાબ છો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: