આવતીકાલે ૨૧મી ડિસેમ્બરે પોલિયો રવિવાર…મીઠી માથે ભાત…..વિઠ્ઠલરાય આવસત્થી…‘Lucy Grey’…..વિલિયમ વર્ડ્ઝવર્થ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે આપને ખાસ યાદ અપાવવા આવ્યો છું કે આવતીકાલે ૨૧મી ડિસેમ્બરે આપણા ગુજરાતમાં પોલિયો રવિવાર ઉજવવામાં આવનાર છે. તો આપ સર્વે મિત્રોને વિનંતી કે આપના બાળકને અથવા આપના પડોશમાં કે નજદીકમાં જો ૫ વર્ષથી નાનું બાળક હોય તો તેને પોલિયોની રસીના બે ટીપાં જરુરથી પીવડાય તેની તકેદારી રાખશો.તથા મારી પોલિયો પરની રચના વિશ્વ પોલિયો દિન” …दो बूंद जिंदगी की…. જરુરથી માણી પ્રતિભાવ આપશો.

વળી હવે અત્યારે શિયાળૉ શરૂ થઈ ગયો છે.અને ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે અને અમેરિકામાં તો હિમવર્ષા પણ થઇ રહી છે.અને હવે તો ઘરમાં ગરમ અને સૂકા મેવાની વાનગીઓ પણ બનવા લાગી હશે.અને વિદેશમાં વસતા દરેક મિત્રોને વતનની યાદ પણ આવવી શરૂ થઈ ગઈ હશે.પણ આજે અભ્યાસક્રમમાં આવતી એક કવિતાનો અંશ યાદ આવે છે કે શિયાળામાં સીમમાં તેના પિતાને ભાત દેવા જતી મીઠીને વાઘ ફાડી ખાય છે એટલેકે મીઠી માથે ભાત.શ્રી વિઠ્ઠલરાય આવસત્થીના આ કાવ્યનું વિષયવસ્તુ અને અંગ્રેજકવિ વર્ડ્ઝવર્થના કાવ્ય ‘Lucy Grey’ નું વિષયવસ્તુ સમાન છે. બહાર ગયેલી મા ને બરફના તોફાનમાં મદદ કરવા માટે હાથમાં ફાનસ લઈને લ્યુસી નીકળી પડે છે અને આપણી મીઠીની જેમ ક્યારેય ઘરે પાછી ફરતી નથીતો આજે આ બંને કવિતાઓ એકસાથે રજું કરું છું આશા છે આપને ગમશે.અને આ વાંચીને કંઈ કહેવાનું મન થાય તો મારી સાથે એ યાદો પળૉને પ્રતિભાવ આપી વાગોળશોને…

 mithi

                      (દોહા)

ડુંગર કેરી ખીણમાં ગાંભુ નામે ગામ,

ખેતી કરતો ખંતથી પટેલ પાંચો નામ.

સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ,

ભોંય બધી ભગરી અને રૂડી અધિક રસાળ.

નવાણ છે નવ કોસનું, ફરતા જંગી ઝાડ,

રોપી તેમાં શેલડી, વાધ્યો રૂડો વાઢ.

પટલાણીએ પુત્રનું મુખ દીઠું છે માંડ,

મીઠી ઉંમર આઠની બહેન લડાવે લાડ.

શિયાળો પૂરો થતાં પાક્યો પૂરો વાઢ,

વાઘ, શિયાળ, વરુ તણી રહેતી વગડે રાડ.

કેળ સમી સૌ શેલડી ઝૂકી રહી છે ઝુંડ,

રસ મીઠાની લાલચે ભાંગે વાડો ભૂંડ.

ચિચોડો બેસાડવા પાંચે કરી વિચાર,

બાવળનાં નથ-બૂતડી તુર્ત કર્યાં તૈયાર.

સોંપ્યું સાથી સર્વને બાકી બીજા કામ,

સાધન ભેળું સૌ થવા તવા-તાવડા ઠામ.

પટલાણી પેખી રહી પટેલ કેરી વાટ,

રોંઢાવેળા ગઈ વહી પડતું ટાઢું ભાત.

                  (ભુજંગી)

કહે મા, મીઠી લે હવે ભાત આપું,

કીકો લાવ મારી કને, જા તું બાપુ.

હજી ઘેર આતા નથી તુજ  આવ્યા,

ભૂખ્યા એ હશે વાઢ-કામે થકાયા.

ભલે લાવ, બા, જાઉં હું ભાત દેવા,

દીઠા છે કદી તેં ઉગ્યા મોલ કેવા?

મીઠી કેળ-શી શેલડી તો ખવાશે,

દીઠી છે ટૂંકી વાટ જલ્દી જવાશે.

કહી એમ માથે લઈ ભાત ચાલી,

મૂકી માર્ગ ધોરી, ટૂંકી વાટ ઝાલી.

                     (દોહરો)

વહી જાય છે વેગમાં મીઠી ભરતી ફાળ,

ગણે ના કાંટા કાંકરા, દોડે જેમ મૃગબાળ.

ડુંગર ઝાડી ગીચમાં કોડે કૂદતી જાય,

સામો વાઢ ઝઝૂમતો જોતાં તે હરખાય.

હમણાં વાડી આવશે, હમણાં આપું ભાત,

એમ અધિક ઉતાવળી, દોડી મળવા તાત.

બખોલમાંથી બહાર ત્યાં વાઘ ધસ્યો વિકરાળ,

થપાટ પાછળથી પડી, બાળા થઈ બેહાલ.

ભાત ઓઢણી તો રહ્યું ઝરડામાં ઝકડાઈ,

મીઠી બાળા મોતના પંજામાં સપડાઈ.

વાઘ ઉપાડી ક્યાં ગયો? કુદરતમાં કકળાટ !

વૃક્ષ ઊભાં વીલાં બધાં, સૂની બની સૌ વાટ !

સાંજ વહી સૂનકારમાં ઓઢીને અંધાર,

રાત રડે છે રાનમાં આંસુડે ચોધાર.

પ્હોંચી ઘેર પાંચો કરે મીઠી! મીઠી! સાદ :

મારે તો મોડું થયું, રોંઢો ન રહ્યો યાદ.

પટલાણી આવી કહે: મેલી છે મેં ભાત,

મળી નથી તમને હજી? રોકાણી ક્યાં રાત?

મળી નથી મીઠી મને મારગ ધોરી વાટ,

કહાં ગોત કરવી હવે? ગઈ હશે પગવાટ !

બની ગયાં એ બાવરાં બંને મા ને બાપ,

ગયાં તુર્ત તે ગોતવા કરતાં કંઈ સંતાપ.

નભથી ચાંદો નીરખી વિલાય ફિક્કે મુખ,

ઝાંખા સર્વે ઝાડવાં, દારૂણ જાણે દુ:ખ.

મીઠી ! મીઠી ! પાડતાં બૂમ ઘણી માબાપ,

જવાબ પાછો ના મળે તેથી કર વિલાપ.

પડતાં આગળ પગ મહીં અટવાયું કંઈ ઠામ,

તે તો ઘરની તાંસળી, ભાત તણું નહિ નામ.

ખાલી આ કોણે કરી? હશે સીમના શ્વાન?

મીઠી કાં મેલી ગઈ? બોલે નહિ કંઈ રાન.

વળી પગે અટવાય છે ઝરડું, નીચે જોય,

મીઠી કેરી ઓઢણીપોકે પોકે રોય.

હા ! મીઠી, તું ક્યાં ગઈ? આ શું ઝમે રુધિર !

ઉત્તર એનો ના મળે: બધુંયે વિશ્વ બધિર.

નિરાશ પાછાં એ વળ્યાં કરતાં અતિ કકળાટ,

મીઠી! મીઠી! નામથી રડતાં આખી વાટ.

વાઢ ગયો વેચાઈ ને વીતી ગઈ છે વાત,

તો પણ દેખા દે કદી મીઠે માથે ભાત.

…………………………………. 

વિઠ્ઠલરાય આવસત્થી

LUCY GREY

Oft I had heard of Lucy Gray,
And when I cross’d the Wild,
I chanc’d to see at break of day
The solitary Child.No Mate, no comrade Lucy knew;
She dwelt on a wild Moor,
The sweetest Thing that ever grew
Beside a human door!You yet may spy the Fawn at play,
The Hare upon the Green;
But the sweet face of Lucy Gray
Will never more be seen.

“To-night will be a stormy night,
You to the Town must go,
And take a lantern, Child, to light
Your Mother thro’ the snow.”

“That, Father! will I gladly do;
‘Tis scarcely afternoon—
The Minster-clock has just struck two,
And yonder is the Moon.”

At this the Father rais’d his hook
And snapp’d a faggot-band;
He plied his work, and Lucy took
The lantern in her hand.

Not blither is the mountain roe,
With many a wanton stroke
Her feet disperse, the powd’ry snow
That rises up like smoke.

The storm came on before its time,
She wander’d up and down,
And many a hill did Lucy climb
But never reach’d the Town.

The wretched Parents all that night
Went shouting far and wide;
But there was neither sound nor sight
To serve them for a guide.

At day-break on a hill they stood
That overlook’d the Moor;
And thence they saw the Bridge of Wood
A furlong from their door.

And now they homeward turn’d, and cry’d
“In Heaven we all shall meet!”
When in the snow the Mother spied
The print of Lucy’s feet.

Then downward from the steep hill’s edge
They track’d the footmarks small;
And through the broken hawthorn-hedge,
And by the long stone-wall;

And then an open field they cross’d,
The marks were still the same;
They track’d them on, nor ever lost,
And to the Bridge they came.

They follow’d from the snowy bank
The footmarks, one by one,
Into the middle of the plank,
And further there were none.

Yet some maintain that to this day
She is a living Child,
That you may see sweet Lucy Gray
Upon the lonesome Wild.

O’er rough and smooth she trips along,
And never looks behind;
And sings a solitary song
That whistles in the wind.

…………………………………..

William Wordsworth

Advertisements

One Response to “આવતીકાલે ૨૧મી ડિસેમ્બરે પોલિયો રવિવાર…મીઠી માથે ભાત…..વિઠ્ઠલરાય આવસત્થી…‘Lucy Grey’…..વિલિયમ વર્ડ્ઝવર્થ”

  1. jayeshupadhyaya Says:

    school yaad aavi gayi aabhar

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: