ભાણી પ્રિયાંશીની પ્રથમ વર્ષગાંઠ…એ તો કેવી અજબ જેવી વાત છે!…..ઉપેન્દ્ર ભગવાન

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૩જી ડિસેમ્બર.આજે છે વિશ્વ વિકલાંગ દિન.એટલે કે International Day for Disabled Personsઆ દિનની ઉજવણીનો હેતુ શારીરીક અને માનસિક રિતે ક્ષતિગ્રસ્ત અને વિકલાંગ લોકોને સમાજમાં માનભેર જીવી શકે તેવી વ્યવસ્થા કરવી, તેમનું પુનર્વસન કરવા, તેમને યોગ્ય તાલીમ-શિક્ષણ આપવા વગેરે…અને ખરું કહું તો આ લોકોને આપની દયા નહીં પણ આપના પ્રેમ અને હૂંફ અને સહકારની જરૂર હોય છે.

વળી આજે મારી મોટી બહેનની ભાણી પ્રિયાંશીની આજે પ્રથમ વર્ષગાંઠ છે તો તેને જન્મદિનની શુભકામના.. એક વર્ષ પહેલા તો હજી જન્મ જ થયો હતો અને સાવ નાની પરી જેવી ઢીંગલી આવી હતી અને આજે તો એક વર્ષની થઈ ગઈ તો એને જોઈને યાદ આવી ગઈ આ કવિતા જે નાનપણમાં પાઠ્યક્રમમાં આવતી અને મને બહું જ ગમતી.વળી આ સાથે મને મળેલ એક ફુલની પાંખડીમાંથી બનાવેલી ઢીંગલીનો ફોટૉ અહીં મુકુ છું જેના રચનાકારની માહિતી તો નથી પણ ખરેખર સુંદર બનાવી છે. તો માણૉ આ રચના…

 

001

 

તો કેવી અજબ જેવી વાત છે!


નાની મારી આંખ, તો જોતી કાંક કાંક….

તો કેવી અજબ જેવી વાત છે!

નાક મારું નાનું, સૂંઘે ફૂલ મજાનું

તો કેવી અજબ જેવી વાત છે!


નાના મારા કાન, સાંભળે દઈ ધ્યાન….

તો કેવી અજબ જેવી વાત છે!


નાનું મોઢું મારું, બોલે સારું સારું….

તો કેવી અજબ જેવી વાત છે!


નાના મારા હાથ, તાળી પાડે સાથ

તો કેવી અજબ જેવી વાત છે!


પગ મારા નાના, ચાલે છાનામાના….

તો કેવી અજબ જેવી વાત છે!


આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી….

તો કેવી અજબ જેવી વાત છે!

…………………………………..

ઉપેન્દ્ર ભગવાન

Advertisements

One Response to “ભાણી પ્રિયાંશીની પ્રથમ વર્ષગાંઠ…એ તો કેવી અજબ જેવી વાત છે!…..ઉપેન્દ્ર ભગવાન”

  1. DR. CHANDRAVADAN MISTRY Says:

    HAPPY BIRHDAY,maari vhali PRYASHI ! Blessings to you. When you grow up your Mum or someone from your Family will tell you that great-Granduncle had sent you Best Wishes from America.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: