શ્રી દાદા ભગવાનનો જન્મદિન…શ્રી સીમંધર સ્વામીની આરતી…..સ્વામી સચ્ચિદાનંદ.

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૬મી નવેમ્બર.બ્રહ્મજ્ઞાનના દ્રષ્ટા શ્રી દાદા ભગવાનનો જન્મ ૨૬-૧૧-૧૯૦૮ના રોજ નડીયાદ પાસેના ભાદરણ ગામે થયો હતો.તેમનું સાંસારીક નામ અંબાલાલ મૂળજીભાઈ પટૅલ હતું.સુરત રેલ્વે સ્ટેશનના કોલાહલ અને મેદનીમાં પણ તેમને શાંતિનો અનુભવ થયો અને તેઓ સમાધિમં લીન થઈ ગયા. આ સાક્ષાત્કાર બાદ તેઓ પરમ વિભૂતિ બની ગયા.આ રીતે એકાએક થયેલ બ્રહ્મજ્ઞાનને તેઓ “અક્રમજ્ઞાન” કહે છે.તેઓ કહેતા કે સંસાર ચલાવતા પણ કર્મમાં ન બંધાય તે અક્રમમાર્ગ.આખરે તેમનું ૧૯૮૮માં વડોદરા ખાતે અવસાન થયું.હજી હમણાં જ ૩૦ ઓક્ટોમ્બર થી ૧૩ નવેમ્બર સુધી તેમનો જન્મજયંતિ મહોત્સવ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ઉજવાઈ ગયો જેમાં આધ્યાત્મિક જ્ઞાન સાથે બાળકોને માટે પણ રમત રમતમાં પણ એક ઊંડી સમજ આપતા જુદા જુદા પ્રોગ્રામ પણ હતા. તો અડાલજ ખાતે આવેલા તેમના ત્રિમંદિરમાં રહેલા વર્તમાન તીર્થકર શ્રી સિમંધર સ્વામીની આરતી અહીં રજુ કરું છું.તથા દાદા ભગવાન વિશે જાણાવા તથા તેમના પુસ્તકો મેળવવા કે ડાઉનલોડ કરવા અહીં અથવા સિમંધર સ્વામીના ફોટા પર ક્લીક કરો.

 

simandhar_swaami

જય સીમંધર સ્વામી, પ્રભુ તીર્થંકર વર્તમાન
મહાવિદેહ ક્ષેત્રે વિચરતા, (૨) ભરત ઋણાનુબંધ …..જય

દાદા ભગવનસાક્ષીએ, પહોચાડુંમસ્કાર…..(સ્વામી)
પ્રત્યક્ષ ફળ પામું હું, (૨) માધ્યમ જ્ઞાન અવતાર…..જય

પહેલી આરતી સ્વામીની, ૐ પરમેષ્ટિ પામે……(સ્વામી)
ઉદાસીન વૃત્તિ વહે, (૨) કારણ મોક્ષ સેવે………….જય

બીજી આરતી સ્વામીની, પંચ પરમેષ્ટિ પામે……(સ્વામી)
પરમહંસ પદ પામી, (૨) જ્ઞાન-અજ્ઞાન લણે……….જય

ત્રીજી આરતી સ્વામીની, ગણધર પદ પામે……..(સ્વામી)
નિરાશ્રિત બંધન છૂટે, (૨) આશ્રિત જ્ઞાની થયે…….જય

ચોથી આરતી સ્વામીની, તીર્થંકર ભાવિ………..(સ્વામી)
સ્વામી સત્તા દાદાકને, (૨) ભરત કલ્યાણ કરે……જય

પંચમી આરતી સ્વામીની, કેવળ મોક્ષ લહે………(સ્વામી)
પરમ જ્યોતિ ભગવંત હું‘, (૨) અયોગી સિધ્ધપદે…..જય

એક સમય સ્વામી ખોળે જે, માથું ઢાળી નમશે…..(સ્વામી)
અનન્ય શરણું સ્વીકારી, (૨) મુક્તિ પદને વરે…….જય

સ્વામી સચ્ચિદાનંદ.

Advertisements

One Response to “શ્રી દાદા ભગવાનનો જન્મદિન…શ્રી સીમંધર સ્વામીની આરતી…..સ્વામી સચ્ચિદાનંદ.”

 1. Ramesh Patel Says:

  પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાનનો અમૃત વાર્તાલાપ માણવાનું સૌભાગ્ય મને મળ્યું છે.

  ચરણવિધી દ્વારા ગ્યાન માર્ગે આગળ પ્રયાણ કરવા અને અનેક સંસારિક વિટંબણાઓના સમયે

  અંતર પ્રકાશથી વિનય જળવાયો છે.

  દાદાની એક સત્સંગ વાણી….પ્રસાદી

  મારા જીવનમાં રહેલા દોષો મને ખટકવા લાગે,એનું નામ પાત્રતા.

  એ દોષોમાંથી મુક્ત બનેલા આત્માઓ પર મને અહોભાવ પેદા થાય,

  એનું નામ પ્રેમ અને એ દોષોમાંથી છૂટકારો મેળવવા મારા જીવનમાં શક્ય પ્રયાસો

  એનું નામ પુરુષાર્થ.આ પાત્રતા ,પુરુષાર્થના સહારે જ અધ્યાત્મ જગતમાં વિકાસ સાધી શકાય છે.

  સંકલન…રમેશ પટેલ(આકાશદીપ)

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: