અમોને નજરું લાગી !…..હરીન્દ્ર દવે

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

તમે કહેશો કે હવે આજે શું હશે.? પણ શું મળવા માટે બહાનાની જરૂર છે ખરી.! અને કારણ તો એક શોધો હજાર મળી આવે.ખાસ તો એટલા માટૅ કે આજથી હવે આપણા આ સંપર્કયંત્ર કોમ્પ્યુટર એક મહિના બાદ ઘરનુ કામ પૂર્ણ થવાથી પોતાના યથાસ્થાને પાછું આવી ગયું છે.ત્યાં સુધી આપ સર્વે મિત્રોએ આપેલા સહકાર બદલ આભાર.

અરે હા હવે તો કારતક માસ અને પછી માગશર એમ બે બે માસ લગ્નગાળાના આવ્યા છે.કેટલાય મિત્રો નવી લગ્નગ્રંથિથી જોડાવવાના હશે તો કેટલાકની લગ્નની વર્ષગાંઠ પણ આવતિ હશે.તો થયું કે કંઈક તોફાની ગીત અને મારું ગમતું હરીન્દ્ર દવેનું આ ગીત રજું કરું છું જેમા શણગારની સાથે ઠપકો અને તેમ છ્તા પ્રેમની લાગણી વ્યક્ત થાય છે…એક વાત પૂછું આ ગીત સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં સાંભળ્યા બાદ હિન્દીફિલ્મનું કોઈ ગીત યાદ આવે છે જે આનું હિન્દીમાં રૂપાંતર કરેલ હોય…? અને હા આ ગીતનો વળતો જવાબ આપતું ગીત પણ ટૂંક સમયમાં મૂકીશ.

 

 sangarઆ ચિત્ર શ્રી દિલિપ પરીખની રચના છે.આભાર.

 

સોળ સજી શણગાર
ગયાં જ્યાં જરીક ઘરની બહાર,
અમોને નજરું લાગી !

બે પાંપણની વચ્ચેથી
એક સરકી આવી સાપણ
ડંખી ગઈ વરણાગી.

કાંસા કેરે વાટકડે નજરુંનો ટુચકો કીધો,
હવે ન ઊખડયો જાય,થાળીને વળગી બેઠો સીધો,
આવા ન્હોય ઉતાર
નજરના આમ ન તૂટે તાર
અમોને નજરું લાગી !

તેલ તણી લઈ વાટ અમે દીવાલ ઉપર જઈ ફેંકી,
ખીલી સમ ખોડાઈ ગઈ ત્યાં નવ વાંકી નવ ચૂંકી,
જડને યે આ સૂઝ
તો રહેવું કેમ કરી અણબૂઝ
અમોને નજરું લાગી !

સાત વખત સૂકાં મરચાંનો શિરથી કર્યો ઉતાર,
આગ મહીં હોમ્યાં ત્યાં તો કૈં વધતો ચાલ્યો ભાર,
જલતાં તોય ન વાસ
અમોને કેમ ન લાગે પાસ ?
અમોને નજરું લાગી !

ભૂવો કહે ના કામ અમારું નજર આકરી કો,
ટુચકા તરહ તરહ અજમાવી થાકયાં સઘળાં લોક,
ચિત ન ચોંટે કયાંય
હવે તો રહ્યુંસહ્યું ના જાય,
અમોને નજરું લાગી !

લ્યો, નજરું વાળી લઉં પાંછીએમ કહી કોઆવ્યું,
નજરું પાછી નહીં મળે આ દરદ હવે મનભાવ્યું,
હવે નજરનો ભાર
જીવનનો થઈ બેઠો આધાર.
અમોને નજરું લાગી !

Advertisements

4 Responses to “અમોને નજરું લાગી !…..હરીન્દ્ર દવે”

 1. DR. CHANDRAVADAN MISTRY Says:

  RACHANA is VERY NICE ! MANE PAN NAJARU LAAGI…Ne NAJARU LAGADI CHHE HITESH TANE….KE AAJ CHANDRAPUKAR NI ANNIVERSARY PAR AAVI ” BE SHABDO ” PRATIBHAV RUPE LAKHASHE JARUR !
  See you on CHANDRAPUKAR !
  http://www.chandrapukar.wordpress.com

  Like

 2. Dr.Sudhir Shah Says:

  aati sunder, subhechaa

  regards,
  Dr.Sudhir Shah
  http://www.drsudhirshah.wordpress.com
  http://www.zero2dot.org
  http://www.shreenathjibhakti.org

  Like

 3. તને નજરું લાગી છે મારા નામની !…..વંચિત કુકમાવાલા « મન નો વિશ્વાસ Says:

  […] મન નો વિશ્વાસ એક આશા જીવનની… « અમોને નજરું લાગી !…..હરીન્દ્ર દવે […]

  Like

 4. અભિષેક Says:

  હારિન્દ્ર દવેની બહુ જ ઉત્તમ રચના મુકવા આભાર.

  આ કવિતાના શબ્દો મેં મારા બ્લોગ પર કોપી કરી નિશા કાપડીયા ના સ્વરમાં મુક્યા છે. આપની લીંક પણ આપેલ છે. આપને કોઇ વાંધો તો નથીને?

  હોય તો મને સત્તવરે જણાવજો. હું ઘટતું કરીશ.

  આભાર

  અભિષેક

  URL of Relevant Post :http://www.krutesh.info/2010/09/blog-post_19.html#axzz102lJmxfe

  Note: On non-receipt of reply within two days, I shall assume that you do not have anything to say.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: