આંખો….. “મન”

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૨૨મી ઓક્ટોમ્બર.આજે આપણા ગુજરાતના એક સેવાભાવી ડૉ.શિવાનંદ અધ્વર્યુની પુણ્યતિથી છે. માનવસેવા એજ પ્રભુસેવાએ મંત્રને પોતાના જીવનમાં સમાવી લેનાર એવા આ ડૉ. શિવાનંદનો જન્મ ઈ.સ.૧૯૦૬માં ગોંડલ નજીક બાંદરા ગામે થયો હતો.તેઓના અથાગ પ્રયત્નને કારણૅ તેઓ આંખના દાક્તર બન્યા.તેમણૅ ડાંગના આદિવાસી વિસ્તારમાં પણ નોકરી કરી સેવા બજાવી.તેઓ માનતા કે ગરીબોનેય ઉત્તમ સારવાર મળવી જોઈએ.વીરનગરની હોસ્પિટલ આદર્શ સંસ્થા તરીકે દેશભરમાં જાણીતી છે.તેમણૅ મેટરનીટી હોમ,ગર્લ્સ સ્કુલ તથા હોસ્ટેલની પણ સ્થાપના કરેલ.તેમણૅ ૧૫મી ઓગસ્ટ ૧૯૯૮ના સંકલ્પ કરેલ કે જો તેઓ ઈ.સ.૨૦૦૦ સુધી જીવશે તો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મોતિયાથી આવતા અંધાપાનું પ્રમાણ નહીવત કરી દેશે.પરંતુ બહુ ટૂંકા ગાળા બાદ ૨૨-૧૦-૯૮ના રોજ તેઓ અવસાન પામ્યા.આપણા કવિ સુરેશ દલાલે તેમના માટે કહ્યું હતું કે ડૉ.શિવાનંદ મારા માટૅ માત્ર નામ નથી,એ સ્વયં ક્રિયાપદ છે અને એમને પદમાં રસ નથી,એમને ક્રિયામાં રસ છે. તો આજે આ આંખોના દાક્તરને યાદ કરતા મારી મિત્ર મન ની આંખો પરની આ રચના અહીં રજૂ કરું છું. આપના પ્રતિભાવની અપેક્ષા સહ…

 

મૌન છતા કેટકેટલું કહી જતી આંખો,

મનનું દર્પણ થઈ જતી આંખો,

સુખ-દુઃખમાં છલકી જતી આંખો,

કોઈની રાહમાં ? તડપતી આંખો,

ક્રોધમાં ? લાલ તપતી આંખો,

પ્રેમથી મુસ્કુરાતી આંખો,

યાદમાં ? કોઈની રડતી આંખો,

પોતાના જાણી કહેતી આંખો,

આ તો જાણીતી આંખો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: