શ્રી લાલાબાપાનો જન્મદિન…સંતને સંતપણા મફતમાં નથી મળતાં…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૮મી ઓક્ટોમ્બર.આજે શ્રી લાલાબાપાનો જન્મદિન.તેમનો જન્મ ૧૮-૧૦-૧૮૮૦ના રોજ સૌરાષ્ટ્રના ગોંડલ પાસેના રીબ ગામ એક મોચી પરિવારમાં થયો હતો.તેમણૅ પોતાનું સમગ્ર જીવન કાળીયા ઠાકરને સોંપી દીધુ હતું,જીવજંતુ પોતાના પગતળૅ ન કચડાય તે માટૅ તેમણૅ આજીવન પગરખા ધારણ નહોતા કરેલા.ઈ.સ.૧૯૪૧માં ગોંડલ મુકામે લાલાબાપાએ તેમના દેહનો ત્યાગ કર્યો.અને મારી જ્ઞાતિ પણ મોચી જ છે. તો ચાલો આ સંત લાલાબાપાની સાથે સાથે બીજા સંતોને પણ યાદ કરી લઈએ આ ભજન દ્વારા….

સંતને સંતપણા રે માનવ નથી મફતમાં મળતાં,

એમની અમર ગાથા રે જગમાં રહે છે મઘમઘતી.

 

ડગલે ને પગલે થાતી કસોટી પણ ના પાછા પડતા,

ધૈર્ય ધરીને શ્રદ્ધા સાથે આગળ ડગલાં ભરતાં.

સંતને સંતપણા…

 

મીરાંબાઈ તો ગીરધર ગોપાલમાં એવા તો મસ્ત બનીયાં,

ભૂતિયા મહેલમાં વાસ જ કીધો,ઝેર હળાહળ પીધાં.

સંતને સંતપણા…

 

નરસિંહ મહેતાએ જીવન નાવડી,સોંપી એના ચરણમાં,

હુંડી સ્વીકારી દ્વારિકાનાથે,બાવન કામતો કીધાં.

સંતને સંતપણા…

 

ધ્રુવ,પ્રહલાદે બાળપણામાં,દર્શન પ્રભુના કરીયાં,

ધીરજ ધરીને શબરી આંગણે, રામજી પધાર્યા.

સંતને સંતપણા…

 

શેઠ સગાળશાને ચાંગવતીની કસોટી કરવા પ્રભુ આવ્યાં,

પુત્ર ચેલૈયાને વધેરીને ખાંડ્યો ખાંડણિયે,સંત ને હરિ હરખાયાં.

સંતને સંતપણા…

 

તુકારામને નામદેવ હરજી, પ્રભુમાં પાગલ બનીયાં,

ગોરા કુંભારે સુધબુધ ખોઈ,બાળક નાખ્યો મારી.

સંતને સંતપણા…

 

સંત પુનિતે વડલો વાવ્યો,ફાલ્યો ભારતભરમાં,

અમૃતફળ એના એવા ઉતરિયા,હ્જુયે દાઢે ચડિયા.

સંતને સંતપણા…

 

સંત ઘણા થયા ભારતમાં,સૌની અમરકહાની,

સખીમંડળ તો ગુરૂના ચરણૅ, જીવન સમર્પણ કરતાં.

સંતને સંતપણા…

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: