શરદપૂનમ…માડી મારે જોવા છે તમને રમતા રે…..

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે આસો સુદ પૂનમ એટલે કે શરદપૂનમ.આ પૂનમની રાતે પણ દરેક ખેલૈયાઓ ફરી ગરબે ઘૂમવા ઉત્સુક હશે જ તો વાયદા મુજબ મારી મિત્ર મન એ આપેલા ત્રણ ગરબા ઉપરાઉપરી રજૂ કરુ છું પણ મારા માટૅ તો આ રાત્રે ચાંદનીમાં તૈયાર કરેલા દૂધ-પૌઆ અને સોયમાં દોરો પૂરોવવાની રસમ ખૂબ જ પ્રિય છે વ્ળી પૂનમનો ચાંદ દરેક્ને પોતાના પ્રિયજનની યાદ પણ અપાવે જ છે ને. ચાલો વધારે સમય ન લેતા આ ગરબામાં ખોવાઈ જતા આપને નહી રોકું…..

 

અને હા મિત્રો આ ગરબો મારી મિત્ર મનના અવાજમાં સાંભળવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

 

 

દેહ નીસરતી આંખલડી ને વરસે અમૃતધાર,

ગરબો લઈ સુર તાલમા  કુમકુમ પગલે પધારો,

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને,

માડી મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે…(૨)

 

ગબ્બરની માત માડી, વાઘે અસવાર છે,

મોઢું સોહામણું ને સોહે શણગાર છે

એ હું તો જોઈને હરખાઈ જાઉં રે,

સાચરના ચોકમાં રે, ગબ્બરનાં ગોખમાં રે,

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને,

માડી મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે…(૨)

 

લાલ લાલ ચૂદડી, માથે છે ઓઢણી,

કાનમાં કુંડળ, સોહે છે સુંદરી,

એ હું તો જોઈને ધન્ય ધન્ય થાઉં રે,

સાચરના ચોકમાં રે, ગબ્બરનાં ગોખમાં રે,

આવો તે રમવા રે, મા ગરબે ઘૂમવા ને,

માડી મારે જોવા છે તમને રમતા રે, ગરબે ઘૂમતા રે…(૨)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: