ફૂલની જીવનકથા…..”મન”

by

અને મિત્રો મનની આ ફૂલ પરની રચના પણ જીવનના સત્યને રજૂ કરતા કરતા એક આધ્યાત્મભાવ તરફ લઈ જાય છે.ખરું ને કેટલી સુંદર કલ્પના કરેલ છે… અને હા મિત્રો હવે તેઓ સ્વસ્થ છે અને તેમણે મને ગરબા પણ આપ્યા છે તો તે શરદપૂનમ પર મૂકીશ

 

 

 

કલી બની ફૂલ થયું આવ્યું આ જગતમાં,

ચડ્યું હિલોળે હવા સાથે, પતંગિયા ને ભમરા સાથે,

ચુંટ્યુ ફુલને માળીએ લઇ ગયૂં પોતાને દેશ

ત્યાં ખરીધ્યું કોઇએ, બનાવી દેહની શોભા

કરમાયુ ફુલ ને કિંમત ઘટી,

ગભરાયુ ફુલ ને કરી મુકી દોડાદોડી,

અહીં-તહીં ને પૂછે હવે..?

ફુલ ગયુ દેવતાને ચરણે જ્યારે

જગતને ન કશી પડી તેની,

તો શું દેવ સ્વીકારશે તેને ?

ના જરાય નહી,

દેવ કહે તારી જરુર નથી, તારી દુનિયામાં તો..

શીદને ડોકાયું હવે મારી દુનિયામાં

ફરી ગભરાયું ફુલ ને ગયું સંતોના ચરણે,

કૃપાવાન સંતે દયા ખાઇને આપ્યો,

દિલાસો ને પ્રેમાળ શરણું,

ને હાશ થઇને ફુલ બન્યું નિશ્ચિંત

વિચારો આટલા વર્ષો સંસારને,

રીઝવવામા ગયાં ધુળ ને પાણીમાં,

મન  કાશ કે પહેલેથી જ ગઇ હોત સંતોની પાસે…

One Response to “ફૂલની જીવનકથા…..”મન””

  1. Dr. Chandravadan Mistry Says:

    Nice Rachna ! It reminded me of a Rachan I wrote on PUSPO…..

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.