World Mental Health Day…Schizophrenia…..અશરફ ડબાવાલા

by

અને હા મિત્રો અશરફ ડબાવાલાની આ રચનામાં એક દર્દીએ પૂછેલા સિઝોફ્રેનીયા ના જવાબ આપશો. મને નહી…આપના અંતરને….

 

 

ડાક્ટર !
તમારી વાત હાવ હાચી છે,
મને schizophrenia થ્યો છે.

પણ ઇ ક્યો ને કોને નથી થ્યો?
તમે ક્યો છો કે

મારો ને reality વચ્ચેનો પુલ તૂટી ગ્યો છે.
પણ બાપુ ! એના તો પૈસા છે !
બે ઘડી reality ને પછવાડે
ચૂસકી મારીને જોઈ લ્યો કેવો ટેસ પડે છે!

તમે હાચું કીધું કેમને paranoia થાય છે
ને એટલે જ મને લાગે છે કે
કોઈ મારો પીછો કરે છે.
પણ ડાક્ટર !
આ દશેદશ ને ગામેગામના
એક્કેએક ટોળાને લાગે છે કે
એની પાછળ બીજું ટોળું પડ્યું છે.    

તમારી ઇ વાત હો ટકાની કે
હું ‘thought insertion’થી પીડાઉં છું.
એટલે મારા મનમાં વિચારો આવતા નથી,
પણ કોઈ મૂકી જાય છે એવું લાગે છે.

પણ એમ તો આ હંધાય ક્યે છે કે
ઈ જેમ કરાવે છે એમ આપણે કરીએ છીએ.

એય કબૂલ કે
હું ‘feeling of passivity’થી ઘેરાણો છું.
ને એટલે
મને કોઈ control કરતું હોય એવું લાગે છે
પણ આ હંધાય સદીયુંથી કીધે રાખે છે
એની ઇચ્છા વગર એક પાંદડુંય હલતું નથી
ઈ ડાહ્યાને કાંક ક્યોને !

ને એક ખાનગી વાત કરી દઉં?
મેં તો ક્યારનોય suicide કરી નાંખ્યો હોત
,
પણ મારે હજી ઓલાં ફૂલ ચીતરવાનાં બાકી છે.

ઈ પહેલાં મરવું નથી.
મને નજરે તરે છે ઈ ફૂલોનો રંગ.
રોજ દુકાને દુકાને જઈને શોધું છું ઈ રંગ,
પણ ક્યાંય મળતો નથી.

જે દી ઈ રંગ મળી જાશેને
તે દી મારી પર ફેંકાયેલા પથ્થરે પથ્થર પર
ફૂલો ચીતરીને પછી
મારા પેટ પર
ડહાપણની ઘંટીનું પડ બાંધી
હું ભૂસકો મારીશ
reality
ના દરિયામાં.

અશરફ ડબાવાલા

…………………………….

વધારે જાણકારી માટૅ  SCHIZOPHRENIA  પર ક્લીક કરો.

One Response to “World Mental Health Day…Schizophrenia…..અશરફ ડબાવાલા”

  1. Dr. Chandravadan Mistry Says:

    A very nice Racna which takes you into the mind of a patient with Schzophrenia…..the medical science has not yet dicoverd the mystery behind this disorder yet…there some shallow understanding of it…may be the future holds tha answers !
    CHANDRAVADAN USA
    http://www.chandrapukar.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: