સાતમું નોરતું…નવરાત્રી રે આવી…….ડો.ચંદ્રવદન મિસ્ત્રી

by

જય અંબે દોસ્તો,

આજે છે આસો સુદ સાતમ.સાતમું નવલું નોરતું.તો આજે પ્રસ્તુત છે એક વધુ ગરબો.પણ જાણો છો આ ગરબાની વિશેષતા શું છે…? આ ગરબાના રચયિતા છે આપણા નવા મિત્ર ડો.ચંદ્રવદન મિસ્ત્રી. આમ પણ હવે જ્યારે ગુજરાતી સાહિત્યનો ચસકો લાગ્યો છે ત્યારથી ગુજરાતી રચના માણવા ખાંખાખોળા તો કરતો જ હોઉં છું તો આમ જ મને મલી ગયો ડો.ચંદ્રવદન મિસ્ત્રીનો બ્લોગ ચન્દ્રપુકાર.અને ખરેખર તેઓ ખૂબ સારી રચનાઓ લખે છે.અને બસ મન થયું કે તેમને મનના વિશ્વાસને દ્વારે આમંત્રણ પણ આપી દીધું.તેઓ અહીં આવ્યા અને મહેમાનગતી સાથે સાથે તેમની રચનાને મૂકવાની પરવાનગી પણ આપી તો માણો તેમના આ ગરબાને.અને હાં તેમના વિગતવાર રચનાઓને માણવા તેમના બ્લોગ ચન્દ્રપુકારની પણ મુલાકાત જરૂરથી લેજો.

નવરાત્રી રે આવી, નવરાત્રી રે આવી,

આવો, આવો સૌ માત- ગરબા રે રમવા,

હૈયે ખુશી રે લાવી……

હુ તો માતાના ગુંણલા રે ગાવું,

આવો, આવો, માત-ગરબા રે રમવા, હું તો બોલાવું રે સૌને…..નવરાત્રી..૧

 

રંગબેરંગી આભુષણો પહેરી…..

હું તો માતાના ગુણલા રે ગાવું,

આવો, આવો, માત-ગરબા રે રમવા, હું તો બોલાવું રે સૌને…..નવરાત્રી

 

જીઢોલ મંજીરાના તાલે……

માત-ગરબાના સુરો આકાશે ગુંજે,

મનડુ મારું ડોલે છે આજે,

આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને….નવરાત્રી

 

કોઈ કહે અંબા કે દુર્ગા રે માતા….

કોઈ કહે ખોડીયાર કે બહુચર રે માતા

જીમાતા તો છે એક જગદંબા માતા !

આવો, આવો, માત-ગરબા રે રમવા હું તો બોલાવું રે સૌને….નવરાત્રી

જય જય અંબામાતા ! જય જય અંબામાતા !

……………………………………………………………..

કાવ્ય રચના…સપ્ટેંબર, ૨૯, ૨૦૦૮

Advertisements

One Response to “સાતમું નોરતું…નવરાત્રી રે આવી…….ડો.ચંદ્રવદન મિસ્ત્રી”

  1. chandravadan Says:

    THANKS A LOT for posting my RACHNA as the SATMU NORTU during the NAVRATRI period…..I hope OTHERS visiting your site will READ this post & also placa COMMENTS.
    Today. I have a NEW POST in which I pulished this & thanked you for publishing my Rachana on yout Site.
    Dr. Chandravadan Mistry USA

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: