બીજું નોરતું…રમઝાન ઈદ…કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા……મકરંદ દવે

by

ઈદ મુબારક દોસ્તો,

આજે છે ત્રિવેણી સંગમ. એટલેકે આજે આસો સુદ બીજ.મા જગદંબેનું બીજું નોરતું.વળી આજે રોજા ની સમાપ્તિ થાય છે અને રમઝાન ઈદ ઉજવાય છે.તથા આજે છે ૧લી ઓક્ટોમ્બર એટલે કે જેના માટે દરેક ગુજરાતી ગર્વ લે તેવો અખિલ ભારતીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ છે.વસ્તીના પ્રમાણમાં રક્તદાન ક્ષેત્રે ગુજરાત ભારતભરમાં પ્રથમ સ્થાને છે.અને એક સર્વે પ્રમાણે દર મિનિટે એક ગુજરાતી અને દર ત્રણ મિનિટે એક અમદાવાદી રક્તદાન કરે છે.આમ ગુજરાતીઓએ રક્તદાનને એક પોતાની જીવનશૈલી તરીકે અપનાવી લીધી છે.આશા છે આ જ ઉત્સાહ આપણે હંમેશા દાખવતા રહેશું.તો છે ને ત્રિવેણી સંગમ.તો આજે પ્રસ્તુત છે મકરંદ દવેની એક અનોખી અને બિન્દાસ જીવનશૈલી દર્શાવતી તથા જીવનના સત્યનો ભાસ કરાવતી આ રચના….

 

કોક દિન ઈદ અને કોક દિન રોજા,
ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા.

કાંઈ અફસોસ નહીં, કાંઈ નહીં ફિકર,
કોઈ ચીજ તણી નહીં જિંદગીમાં જિકર.
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

માન મળે, મળે ધન-ધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા.
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોંઢે મેષ ઢાળી.
રામ મારો રૂદે હસે, રંગ નહીં દૂજા:
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી!
બેય કોરે આપી જવી મુબારકબાદી:
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીના મોજાં,
કોક દિન ઈદ અને કોક દિન રોજા.

……………………………………………

આભાર જયદીપભાઈ

Advertisements

One Response to “બીજું નોરતું…રમઝાન ઈદ…કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા……મકરંદ દવે”

  1. રમઝાન ઈદ… ईद मनाने की ये वजह…..पंखुडी कुमारी « મન નો વિશ્વાસ Says:

    […] ગત વર્ષ રજુ કરેલ રમઝાન ઈદ પરની રચના કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા……મકરંદ દ… પણ માણશો.અને આપના અમુલ્ય પ્રતિભાવો […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: