જય આદ્યાશક્તિ….. શિવાનંદસ્વામી

by

જય અંબે દોસ્તો,

આજે છે આસો સુદ એકમ. મા અંબેના નવલી નવરાત્રીનું પ્રથમ નોરતું.તો આજથી તો નાના-મોટા દરેક ભક્તજનો અને યુવાધન ભક્તિ અને ગરબાને હિલોળે ચડશે.જો કે હવે તો આપણા ગુજરાતના ગરબા માત્ર ગુજરાત પૂરતા જ મર્યાદિત નથી રહ્યા.તે તો સમગ્ર વિશ્વમાં ફેલાયા છે. તો ચાલો આજે જગદંબે માતાની આરતી કરીને નવરાત્રીની શુભ શરૂઆત કરીએ.

આ આરતી ના ભાવાર્થ માટૅ નીચે ક્લીક કરો. આ ભાવાર્થ માટે ટહુકાનો આભાર.

આરતી ભાગ-૧  ભાગ-૨

જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ (2)
અખંડ બ્રહ્માંડ નિપજાવ્યાં (2) પડવે પ્રગટ્યા મા.
ૐ જયો જયો મા જગદંબે.

દ્વિતીયા બેય સ્વરૂપ, શિવશક્તિ જાણું, મા શિવ… (2)
બ્રહ્મા ગણપતિ ગાયે (2) હર ગાયે હર મા,
ૐ જયો જયો મા જગદંબે.

તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, મા ત્રિભુવન…(2)
ત્રયા થકી તરવેણી (2) તું તરવેણી મા….
ૐ જયો જયો મા જગદંબે.

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં મા…(2)
ચાર ભૂજા ચૌ દિશા (2) પ્રગટ્યા દક્ષિણમાં…..
ૐ જયો જયો મા જગદંબે.

પંચમી પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા, મા પંચમ…(2)
પંચસહસ્ત્ર ત્યાં સોહિયે (2) પંચે તત્વો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

 

 

ષષ્ઠિ તું નારાયણી, મહિષાસુર માર્યો, મા મહિસાસુર… (2)
નરનારીના રૂપે (2) વ્યાપ્યા સઘળે મા….
ૐ જયો જયો મા જગદંબે.

 

 

સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી, મા સંધ્યા… (2)
ગૌ ગંગા ગાયત્રી (2) ગૌરી ગીતા મા….
ૐ જયો જયો મા જગદંબે.

અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, મા આઈ…..(2)
સુરવર મુનિવર જન્મ્યા (2) દેવો દૈત્યો મા…..
ૐ જયો જયો મા જગદંબે.

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા, મા સેવે….(2)
નવરાત્રિના પૂજન, શિવરાત્રીનાં અર્ચન, કીધાં હર બ્રહ્મા
ૐ જયો જયો મા જગદંબે.

દશમી દશ અવતાર જય વિજયાદશમી, મા જય… (2)
રામે રામ રમાડ્યા (2) રાવણ રોળ્યો મા….
ૐ જયો જયો મા જગદંબે.

એકાદશી અગિયારશ, કાત્યાયની કામા, મા કાત્યાયની… (2)
કામદુર્ગા કાલિકા (2) શ્યામા ને રામા….
ૐ જયો જયો મા જગદંબે.

બારશે બાળારૂપ બહુચરી અંબા, મા બહુચરી (2)
બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે તારા છે તુજમા
ૐ જયો જયો મા જગદંબે.

તેરશે તુળજા રૂપ તું તારુણી માતા, મા તું તારુણી (2)
બ્રહ્મા વિષ્ણુ સદાશિવ (2) ગુણ તારા ગાતા
ૐ જયો જયો મા જગદંબે.

ચૌદશે ચૌદા રૂપ ચંડી ચામુંડા, મા ચંડી ચામુંડા (2)
ભાવભક્તિ કાંઈ આપો, ચતુરાઈ કંઈ આપો સિંહવાહિની મા
ૐ જયો જયો મા જગદંબે.

પૂનમે કુંભ ભર્યો સાંભળજો કરુણા, મા સાંભળજો કરુણા (2)
વસિષ્ઠદેવે વખાણ્યાં, માર્કંડદેવે વખાણ્યા (2) ગાઈ શુભ કવિતા
ૐ જયો જયો મા જગદંબે.

સવંત સોળ સત્તાવન, સોળસે બાવીસ મા,
સંવત સોળે પ્રગટ્યા (2) રેવાને તીરે, મા ગંગાને તીરે
ૐ જયો જયો મા જગદંબે.

ત્રંબાવટી નગરી મા રૂપાવટી નગરી, મા ચંપાવતી નગરી
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે…(2) ક્ષમા કરો ગૌરી,
મા દયા કરો ગૌરી…. ૐ જયો જયો મા જગદંબે.

એકમ એક સ્વરૂપ, અંતર નવ ધરશો, મા અંતર નવ ધરશો,

ભોળા ભવાનીને ભજતા, ભોળા અંબેમાને ભજતા, ભવસાગર તરશો.

જયો જયો મા જગદંબે.

 

ભાવ જાણું, ભક્તિ જાણું, નવ જાણું સેવા, ()

વલ્લભ ભટ્ટને રાખ્યા (), ચરણે સુખ દેવા.

જયો જયો મા જગદંબે

 

માનો મંડપ લાલ ગુલાલ, શોભા બહુ સારી (૨)

અબિલ ઉડે આનંદ, ગુલાલ ઉડે આનંદ, જય બહુચરમાડી.

જયો જયો મા જગદંબે

શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, મા જે કોઈ…(2)
ભણે શિવાનંદસ્વામી સુખસંપત્તિ થાશે…..
હર કૈલાશે જાશે…. મા અંબા દુ:ખ હરશે.
ૐ જયો જયો મા જગદંબે.

………………………………………………………………………………..

અહીં ત્રણ પંક્તિ જે જરા ઘાટા રંગમાં છે તે હવે ગુજરાતમાં આરતીમાં ખાસ ઉમેરાયેલી પંક્તિ છે.

Advertisements

5 Responses to “જય આદ્યાશક્તિ….. શિવાનંદસ્વામી”

 1. ચૈત્રી નવરાત્રીનો શુભારંભ… ગરબો, આવ્યો રે રમતો રમતો….. « મન નો વિશ્વાસ Says:

  […] અંબેમા ની આરતી જય આદ્યાશક્તિ….. શિવાન… […]

  Like

 2. ચૈત્રી નવરાત્રીનો શુભારંભ… ગરબો, આવ્યો રે રમતો રમતો….. - સુલભ ગુર્જરી Says:

  […] અંબેમા ની આરતી જય આદ્યાશક્તિ….. શિવાનં… […]

  Like

 3. નવરાત્રિનો શુભારંભ… માનો “ગરબો”…..ડૉ.જગદીપ નાણાવટી - સુલભ ગુર્જરી Says:

  […] કરતા પહેલા તેમની ગત વર્ષે રજુ કરેલ આરતી અને વિશ્વંભરી સ્તુતિનું પઠન પહેલા […]

  Like

 4. નવરાત્રિનો શુભારંભ… માનો “ગરબો”…..ડૉ.જગદીપ નાણાવટી « મન નો વિશ્વાસ Says:

  […] કરતા પહેલા તેમની ગત વર્ષે રજુ કરેલ આરતી અને વિશ્વંભરી સ્તુતિનું પઠન પહેલા […]

  Like

 5. mayur baxi Says:

  http://tahuko.com/?p=976

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: