પુત્રી જન્મનાં વધામણાં…….મકરંદ દવે

by

અરે હા મિત્રો યાદ આવ્યુ હમણા જ અગસ્ત્ય ફાઉન્ડેન્શન દ્વારા પ્રદર્શિત થયેલ  શબ્દનો સ્વરાભિષેક આલ્બમમાં થી મકરંદ દવેનું આ ગીત મળ્યું પુત્રી જન્મનાં વધામણાં. ખરેખર સુંદર ગીત છે. અને આ આલ્બમમાં પણ શ્રી અમર ભટ્ટે ખૂબ સુંદર સંકલન સાથે ઉત્તમ રચનાઓ રજૂ કરી છે તો એનો લાભ લેવાનો ચૂકતા નહી.અને જો તેમની અનુમતિ મળ્શે તો આ ગીતને  સ્વર સાથે પણ સુલભગુર્જરી કે મનના વિશ્વાસની સંગીતમય આવૃતિમાં રજુ કરીશ.વળી આપણા કવિ શ્રી રમેશભાઈ પટેલે(આકાશદીપ)પણ તેમની પ્રેમપંથની રચના મોકલી આપી છે જે સત્વરે રજૂ કરીશ.અને આ માટે તેમનો ખૂબ ખૂબ આભાર.

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ,

પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

નભથી પધારી મારી તારલી રે લોલ,

અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

લેજો રે લોક એનાં વારણા રે લોલ,

પુત્રી તો આપણી પુનાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ,

વેણીના ફૂલની વધાઈ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ,

દુર્ગાના કંઠનો હુંકાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

બાપુની ઢાલ બને દિકરો રે લોલ,

કન્યા તો તેજની કટાર રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ,

આથમણી સાંજે અજવાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

 

રમતી રાખો રે એની રાગિણી રે લોલ,

આભથી ઊંચેરો એનો રાસ રે,

અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

……………………………………………..

આભાર સ્વરાભિષેક

Advertisements

One Response to “પુત્રી જન્મનાં વધામણાં…….મકરંદ દવે”

  1. deepakgtrivedi Says:

    Beautiful…

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: