મૈત્રીભાવનું પવિત્ર ઝરણું……શ્રી મુનિ ચિત્રભાનુ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

૧૪મી સપ્ટેમ્બરથી ૨૧મી સપ્ટેમ્બર ના આ અઠવાડિયાને એઈડસ વોક ફોર લાઈફ અઠવાડિયા તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. એઈડસ એક બહુ ખતરનાક બીમારી છે અને તેનો કોઈ ઈલાજ તો હજી શોધાઈ રહ્યો છે તેથી તેને માત્ર ને માત્ર અટકાવી શકાય અને જો થઈ જાય તો તેને કંઈક અંશે અંકુશમાં રાખવાની દવા ઉપલબ્ધ છે જે સરકાર હવે મોટી સીવીલ હોસ્પિટલોમાં મફત પૂરી પાડે છે તથા માતામાંથી બાળકને ચેપ લાગતા પણ કંઈક અંશે અટકાવી શકાય છે.પણ હજી ઘણાય લોકો આ દર્દીઓને એક અસ્પૃશ્યની જેમ ધુત્કારે છે તથા સમાજથી અળગો કરી દે છે.ખરેખર તો આ જ તો સમય છે જ્યારે તેમને આપણા પ્રેમ, લાગણી અને હૂંફની જરૂર છે. એઈડસથી દૂર રહો એઈડસના દર્દીથી નહી.

વળી હમણા હમણા આતંકવાદીઓના બોમ્બબ્લાસ્ટ પણ વધવા લાગ્યા છે પહેલા મુંબઈ પછી જયપુર અને આપણા અમદાવાદમાં તથા હવે દિલ્હીમાં અને નિર્દોષ લોકોનો જાન હોમાય છે. શું તેમના અંદર દિલ નથી..? બીજાની જગ્યાએ જો પોતાનું કોઈ સ્વજન ગુમાવવુ પડે તો..? મજહબ નહી શીખાતા આપસમેં બૈર રખના.. તો બસ એ જ પ્રભુ-પ્રાર્થના કે તેમના હૈયામાં મૈત્રિભાવનું પવિત્ર ઝરણું ફરી વહેતુ થઈ જાય અને આ આતંક થમી જાય.

 

 

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું,
મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ સકળ વિશ્વનું
એવી ભાવના નિત્ય રહે મૈત્રીભાવનું

 

ગુણથી ભરેલા ગુણીજનને દેખી,
હૈયું મારું નૃત્ય કરે,
સંતોના ચરણકમળમાં,
મુજ જીવનનું અર્ઘ્ય રહે મૈત્રીભાવનું

 

દીન ક્રુર ને ધર્મવિહિનો,
દેખી દિલમાં દર્દ વહે,
કરૂણાભીની આંખોમાંથી
અશ્રુનો શુભ સ્ત્રોત વહે મૈત્રીભાવનું

 

માર્ગ ભૂલેલાં જીવન પથિકને,
માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઊપેક્ષા એ મારગની,
તોય સમતા ચિત્ત ધરું મૈત્રીભાવનું

 

ચિત્ર ભાનુની અપેક્ષા હૈયે,
સૌ માનવ લાવે,
વેરઝેરના પાપ તજીને,
મંગળ ગીતો એ ગાવે મૈત્રીભાવનું

…………………………………………

આભાર સ્વર્ગારોહણ

Advertisements

One Response to “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું……શ્રી મુનિ ચિત્રભાનુ”

  1. jayeshupadhyaya Says:

    શાળામાં ભણતા હતા ત્યારે મુનીશ્રીના અવાજમાં સાંભળ્યું હતું પછી શ્રી મુકેશના અવાજમાં ચીરસ્મરણીય આ ગજબનું ગીત

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: