આ મનપાંચમના મેળામાં……રમેશ પારેખ

by

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે તો છે ઋષિપાંચમ કહો કે સામાપાંચમ. હાં બાબા આજે બહુ બકબક નહી કરુ અને વ્રત કે તેની કથા પણ નહી કહુ પણ આજે પાંચમ છે તો રમેશ પારેખનું આ ગીત બહુ યાદ આવે છે અને તે છે આ મનપાંચમના મેળામાં... વળી આ ગીતને લઈને હું હંમેશા મારી મિત્ર મન ને હંમેશા ચીડવતો રહું છું તે યાદ આવતા આંખોમાં એક અજબસી નમી આવી જાય છે ખરેખર બાળપણના દિવસો અનેરા હોય છે ને.. બસ હવે વધારે ન કહેતા આ ગીત રજૂ કરુ છું આપ પણ જો કોઈ યાદમાં ખોવાઈ જાવ તો મને તમારો સખો ગણી એ પળો ને ફરી ગણગણાવજો.

આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે,
કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.

અહીં પયગંબરની જીભ જુઓ, વેચાય છે બબ્બે પૈસામાં,
ને લોકો બબ્બે પૈસાની ઔકાત લઈને આવ્યા છે.

કોઈ ફુગ્ગાનું ફૂટવું લાવ્યા, કોઈ દોરાનું તૂટવું લાવ્યા,
કોઈ અંગત ફાડી ખાનારું એકાંત લઈને આવ્યા છે.

કોઈ ઝરમર ઝરમર છાંયડીઓ, કોઈ ઉભડક ઉભડક લાગણીઓ,
કોઈ ફાળ, તો કોઈ તંબુની નિરાંત લઈને આવ્યા છે.

કોઈ લા.ઠા., ચિનુ, આદિલજી બુલેટિન જેવું બોલે છે:
અહીંયા સૌ માણસો હોવાનો આઘાત લઈને આવ્યા છે.

કોઈ ચશ્માં જેવી આંખોથી વાંચે છે છાપાં વાચાનાં,
ને કોઈ અભણ હોઠો જેવી વિસાત લઈને આવ્યા છે.

કોઈ લાવ્યા ખિસ્સું અજવાળું, કોઈ લાવ્યા મૂઠી પતંગિયાં,
કોઈ લીલીસૂકી આંખોની મિરાત લઈને આવ્યા છે.

કોઈ ધસમસતા ખાલી ચહેરે, કોઈ ભરચક શ્વાસે ઊમટતા,
કોઈ અધકચરા, કોઈ અણોસરા જજબાત લઈને આવ્યા છે.

આ પથ્થર વચ્ચે તરણાનું હિજરાવુ લાવ્યો તું ય, રમેશ,
સૌના ખભે સૌ અણિયાળી કોઈ વાત લઈને આવ્યા છે.

Advertisements

One Response to “આ મનપાંચમના મેળામાં……રમેશ પારેખ”

  1. આ મનપાંચમના મેળામાં – રમેશ પારેખ | "મધુવન" Says:

    […] કોઈ વાત લઈને આવ્યા છે. ટાઈપ સૌજન્ય: મનનો વિશ્વાસ Share this:FacebookLike this:LikeBe the first to like this post. This entry was posted in […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: