કાનનો જનમ…… લોકગીત

by

હાં મિત્રો તો આજે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મ ની ઉજવણીમાં સામેલ થાવ ત્યારે કાનાના જન્મનું આ લોક્ગીત ગણગણવાનું ભૂલતા નહી હોં કે……

 

·                                

આવી અંધારી શી રાત્‍ય, આવી અંધારી શી રાત્‍ય,
એક અંધારી ઓરડી રે લોલ.
વાસુદેવને, દેવકીજીને, વાસુદેવ ને દેવકીજીને,
બેઈને અંધારીમાં પૂરિયા; રે લોલ.
દીધાં જોડ કમાડ, દીધાં જોડ કમાડ,
ભોગળ ભીડયાં લોઢા તણાં રે લોલ.
બાને માસ છ માસ બાને માસ છ માસ,
બાને માસ પૂરા થયા રે લોલ.
બાને જલમ્‍યા કુંવર કાન બાને જલમ્‍યફા કુંવર કા,
આવાં અંજવાળાં કયાં થિયાં રે લોલ.
ઊઘડયાં જોડ કમાડ, ઊઘડયાં જોડ કમાડ,
ભોગળ ભાંગ્‍યાં લોઢા તણાં રે લોલ.
બાને જલમ્‍યા કુંવર કા, બાને જલમ્‍યા કુંવર કા,
એના મોહાળિયા આવિયા રે લોલ.
બેની બાળક લાવ્‍યા; બાર્ય, કંસને દીધા જમણે હાથ્‍ય,
લઈને પાણે પછાડિયા રે લોલ.
મામા, મને શીદને થૈને રઈશ, આકાશ વીજળી થૈને રઈશ.
તારો વેરી ગોકુળ વહે રે લોલ.
આકાશ વીજળી થૈને રઈશ, આકાશ વીજળી થૈને રઈશ.
તારો વેરી તને મારશે રે લોલ.

 

————————————————–

આભાર ગુર્જરી.નેટ

2 Responses to “કાનનો જનમ…… લોકગીત”

  1. જન્માષ્ટમી…હીંડોળા…..રમેશ પટેલ ‘આકાશદીપ’ - સુલભ ગુર્જરી Says:

    […] પ્રતિભાવ આપશોને…!!! ગત વર્ષે રજુ કરેલ કાનનો જનમ…… લોકગીત , મને લાગે છે વ્હાલો,….. […]

    Like

  2. જન્માષ્ટમી…હીંડોળા…..રમેશ પટેલ ‘આકાશદીપ’ « મન નો વિશ્વાસ Says:

    […] પ્રતિભાવ આપશોને…!!! ગત વર્ષે રજુ કરેલ કાનનો જનમ…… લોકગીત , મને લાગે છે વ્હાલો,….. શ્રી […]

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.