“મિત્ર દિન”….આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી…..રાજીવ ગોહિલ

by

જયશ્રી કૃષ્ણ મિત્રો,

            માફ કરજો હમણાં થોડો વ્યસ્ત હતો તેથી આ નવા ઘરના પ્રવેશ પછી કંઈ રજૂ નથી થયુ પણ હવે એક નવી શ્રેણી કવિવર માં ઉમેરું છું તે છે સુલભ ગુર્જરીનાં સૂર. જેમાં શબ્દોની સાથે સૂર પણ ઉમેરવાની કોશિશ કરી છે તો આશા છે આપ સર્વેને ગમશે.

આજે તો છે મિત્ર દિન એટલેકે ફ્રેન્ડશીપ ડે… હવે મિત્ર વિશે તો એટલું બધુ લખાયેલુ છે કે શું કહું ?…તો આજે પ્રસ્તુત છે આપણા રાજીવ ગોહિલની આ સુંદર રચના જે મિત્રતાના સંબંધની પરાકાષ્ઠા દર્શાવે છે. બસ હું તો એટલું જ કહીશ કે દોસ્તી કરવી આસાન છે પણ તેને નિભાવવી કપરી છે તો મિત્રો ક્યારેય તમારા મિત્રની તમારામાં રહેલી શ્રદ્ધા તોડતા નહી અને ધીરજ ગુમાવતા નહીં.તો તમે ક્યારેય કોઈને ગુમાવશો નહીં.

આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી

દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી

કોઇપણ વાત કહી શકીયે છીએ એક્મેકને
મિત્રના દુઃખો દુર કરવાની કેવી સત્તા આપી

નહિ છોડી શકીયે આ મિત્રતાને કોઇપણ કાળે
અમારા સંબંધમાં પ્રભુએ કેવી અખંડતા આપી

રાજીવઅપુર્ણ હતો તમારી મિત્રતા વગર
તમે બધાએ સાથે મળી કેવી પુર્ણતા આપી

(રચના તારીખઃ ૧૬મી ઓક્ટોમ્બર ૧૯૯૮)

– રાજીવ ગોહિલ

Advertisements

5 Responses to ““મિત્ર દિન”….આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી…..રાજીવ ગોહિલ”

 1. મિત્રતા…..શૈલ્ય « મન નો વિશ્વાસ Says:

  […] આભાર માનું છું. વળી રાજીવ ગોહેલની આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી રચના જે અગાઉ રજુ થઈ છે તે પણ તેમને […]

  Like

 2. મિત્રતા…..શૈલ્ય - સુલભ ગુર્જરી Says:

  […] આભાર માનું છું. વળી રાજીવ ગોહેલની આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી રચના જે અગાઉ રજુ થઈ છે તે પણ તેમને […]

  Like

 3. KiranKumar Roy Says:

  aabhar rajiv bhai.

  Like

 4. મિત્ર-દિન…કૃષ્ણ સુદામાની જોડી…..કાંતિ અશોક - સુલભ ગુર્જરી Says:

  […] […]

  Like

 5. મિત્ર-દિન…કૃષ્ણ સુદામાની જોડી…..કાંતિ અશોક « મન નો વિશ્વાસ Says:

  […] […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: