આવકારો મીઠો આપજે …..દુલા ભાયા ‘કાગ’

by

સુસ્વાગતમ્ મિત્રો,

આજે ખૂબ જ હર્ષ સાથે જણાવવાનુ કે આજે મનના વિશ્વાસના એક બીજા નવા ઘરનું શુભમૂહુર્ત થાય છે. અને આપ સર્વે અહીં પધાર્યા તે બદલ આપ સર્વેનો ખૂબખૂબ આભાર.આપ સર્વે મોંઘેરા મિત્રોનું આ સુલભ ગુર્જરીના ગુર્જરજગતમાં હાર્દિક સ્વાગત છે.

 

તારે આંગણિયે કોઈ આશા કરીને આવે રે,
આવકારો મીઠો…આપજે રે જી…
 

તારે કાને કોઈ સંકટ સંભળાવે રે, બને તો થોડું…
કાપજે રે જી… 

માનવીની પાસે કોઈ… માનવી ન આવે…રે…,
તારા દિવસની પાસે દુ:ખિયાં આવે રે – આવકારો મીઠો…

આપજે રે…જી…
કેમ તમે આવ્યા છો ? …એમ નવ કેજે રે…,
એને ધીરે એ ધીરે તું બોલવા દેજે રે – આવકારો મીઠો…

આપજે રે…જી… 

વાતું એની સાંભળીને… આડું નવ જોજે… રે…,
એને માથું એ હલાવી હોંકારો દેજે રે – આવકારો મીઠો…

આપજે રે…જી…

કાગએને પાણી પાજે.. સાથે બેસી ખાજે…રે….,
એને ઝાંપા એ સુધી તું મેલવા જાજે રે – આવકારો મીઠો…

આપજે રે…જી…

દુલા ભાયા કાગ

3 Responses to “આવકારો મીઠો આપજે …..દુલા ભાયા ‘કાગ’”

  1. સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ…ઘર મને એવું ગમે…..બી.કે.રાઠોડ “બાબુ” « મન નો વિશ્વાસ Says:

    […] જ.બસ શરૂ કરી ત્યારે પહેલી રચના હતી આવકારો મીઠો આપજે, અને આજે તેને સમાંતર આવી જ એક […]

  2. સુલભગુર્જરીની પ્રથમ વર્ષગાંઠ…ઘર મને એવું ગમે…..બી.કે.રાઠોડ “બાબુ” - સુલભ ગુર્જરી Says:

    […] જ.બસ શરૂ કરી ત્યારે પહેલી રચના હતી આવકારો મીઠો આપજે, અને આજે તેને સમાંતર આવી જ એક […]

  3. BHUPATDAN S. ROHADIYA ZANDALA Says:

    KOTI VANDAN KAGNE

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: