વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દેસાઈ

by

જયશ્રી કૃષ્ણ મિત્રો,

આજે તો છે ૧૧મી જુલાઈ એટલેકે વિશ્વ વસ્તી દિન. વસ્તી-વધારાની સમસ્યા એ ભારતની ખૂબ સળગતી સમસ્યા છે. તો તેના પર એક અલગ વાત ટૂંક સમયમાં રજૂ કરીશ ત્યાં સુધી માણો શ્રી મણિલાલ દેસાઈ ની આ રચના…

 

 

 

 

 

 

વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.

તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !

જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.

સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.

લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.

ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.

લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.

હાં તો મિત્રો વાયદો કર્યો હતો તો નિભાવવો તો પડે જ ને…પણ આ વિશ્વાસ એટલેકે હિતેશ્ છે ને સપનાઓ બહું જુએ છે તો આ સમસ્યા નું સપનુ આવે પછી જ કંઈ જણાવી શકે ને. તો આજે મેં જોયુ કે હું પૃથ્વીની બહાર અવકાશમાંથી આપણી ધરાને જોઈ રહ્યો હતો પણ મને ક્યાંય હરિયાળી જ ન દેખાઈ સેટેલાઈટ મારફતના કે પછી અભ્યાસમાં આવતા નકશા પ્રમાણે મને ક્યાય લીલી ચાદર જ ન દેખાઈ. માત્ર બે જ રંગ કાળો અને સમુદ્રી નીલો અરે માફ કરજો આજની ફેશન પ્રમાણે કાળા સાથે કેટલાક બીજા રંગની છાંટ પણ હતી. કારણકે વસ્તી એટલી બધી વધી ગઈ છે કે ક્યાંય એક તસુભર પણા જ્ગ્યા ખાલી નહોતી અને આ બધુ તો હુ ત્યારે જોઈ શક્યો જ્યારે મારું કુટુંબ સ્થળાંતર કરી બીજી આકાશગંગામાં જઈ રહ્યું હતું અને રસ્તામાં આપણૅ છોડેલા ઉપગ્રહો, કચરા તથા સ્થળાંતર કરતા અન્ય લોકોના લીધે અવકાશમાં જે ટ્રાફિકજામ થઈ ગયો હતો કે ટ્રાફિક સિગ્નલ પણ મૂંઝાઈ ગયા હતા. અરે મિત્રો તમે પણ ખોવાઈ ગયાને મારી સપનાની મારી કલ્પનાની સૃષ્ટિમાં. પણ મિત્રો વિચાર કરો કે જો વસ્તી આટલી વધશે ત્યારે આપણી શું દશા થશે.જ્યારે આજે પણ આપણી પાસે જીવન જરૂરિયાતની ચિજવસ્તુ માટે ફાંફાં છે તો આજથી દસ-વીસ-પચાસ વર્ષ પછી શું હાલ હશે..? માનવીની ભવાઈ નાટકમાં તો દુકાળને લીધે જે સ્થિતિ સર્જાય છે તે વગર દુકાળૅ સર્જાશે.કારણકે ખેતી માટૅ પણ કદાચ જમીન નહી બચી હોય.

વળિ આ સમસ્યાનું સૌથી મોટુ પરિબળ છે દીકરા-દીકરીનો ભેદ. આજે આટલા આગળ આવવા છતા પણ એક દીકરાની આશ. જેના લીધે સંતતિ નિયમન થતુ નથી.આજે સ્ત્રી બધા ક્ષેત્રમાં પુરૂષ સમોવડી બની છે તેમ છતા શા માટે દીકરાના જન્મની આશા. શું દિકરી તમારા કુળની વંશજ નથી અરે તે તો બે કુળને તારે છે તો પછી શા માટૅ આપણે તેને જ કુળદીપક ન માનીએ.?

અને હાં તો આજથી આ સંકલ્પ દરેકે દંપતિ તથા ભવિષ્યનાં માતા-પિતાએ લેવાનો છે.કે આપણે બે અને આપણું એક સર્જન. કારણકે આપણે એકબીજાના અર્ધાંગ જ તો છીએ ને તો ૧/૨ + ૧/૨ = ૧  જ થાય ને.. તો હવે તો મણીલાલ દેસાઈની આ રચના યોગ્ય સ્થાને ઠરી ને.અને હાં મારા આ સ્વપ્નદર્શનનો આ ફોટો પણ…..

Advertisements

3 Responses to “વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દેસાઈ”

 1. jayeshupadhyaya Says:

  મણીલાલ દેસાઇની સરસ રચના એમના રાનેરી પુસ્તક ની યાદ અપાવી

  Like

 2. વિશ્વમાનવી….. ઉમાશંકર જોશી - સુલભ ગુર્જરી Says:

  […] […]

  Like

 3. વિશ્વમાનવી….. ઉમાશંકર જોશી « મન નો વિશ્વાસ Says:

  […] ગત વર્ષે આજ દિન પર રજુ થયેલ રચના – વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો…..મણિલાલ દ… […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: