વિશ્વાસ કોણ છે…?………ડો.હિતેશ ચૌહાણ “વિશ્વાસ”

by

આજે છે ૧લી જુલાઈ એટ્લે કે તબીબ દિન અંગ્રેજીમાં કહું તો  Doctor’s Day”તો આજે એક રચના મારા તરફથી અહીં રજૂ છે ખબર નહીં તેમાં કેટલીએ ખામી હશે છતા આ મારો પ્રથમ જ કહી શકાય તેવો પ્રયાસ છે અને હાં આમાં મારી મિત્ર મનએ મને થોડી મદદ કરી છે.તો તેમનો આભાર તો માનવો જ પડે ને.. અને હાં આ રચનામાં આપ સર્વેના આ વિશ્વાસ કોણ છે ? તેને થોડું સમજાવવા પ્રયત્ન કરેલ છે તો મિત્રો આપ સર્વેને વિનંતિ કે આપ જણાવો કે આપના આ તબીબ મિત્રની આજના તબીબ દિન પર રજૂ કરેલ રચના કેવી છે તથા તેમાં જે ક્ષતિ રહી ગઈ હોય તો તે પણ જણાવશો.

 

અને હાં વિશ્વાસ પર એક સરસ વાર્તા યાદ આવી ગઈ. કદાચ આપે સાંભળી હશે તો ચાલો ફરી મમળાવી લઈએ. એકવાર એક ગામમાં દુકાળ પડેલો. તેથી મેઘરાજાને વિનવવા ગામલોકો ગામની પાદરે હવન કરવાનું વિચારે છે અને બધા ગ્રામજનો મોટા-નાના સર્વ કોઈને પાદરે પહોંચવુ એવું નક્કી કરે છે. ત્યારે બિજા દિવસે સૌ કોઈ જઈ રહ્યા હોય છે ત્યારે એક બાળક છત્રી લઈને જતો હોય છે ત્યારે સૌ કોઈ તેની મજાક ઉડાવે છે ત્યારે તે બાળક એટલુ કહે છે કે આપણે વરસાદને લેવા જઈએ છીએ તો પલળાય નહી તે માટૅ છત્રી તો જોઈએને… જોયુ સૌ ગ્રામજનોમાં માત્ર એક તે બાળકને વિશ્વાસ હતો કે મેઘરાજા રીઝશે અને વરસાદ આવશે……!!!!!!!

 

 

 

વિશ્વાસ કોણ છે…?

વિશ્વાસ જે મનનો શ્વાસ,

શ્વાસ જે શરીરમાં વસે,

શરીર કે જેમાં આત્મા વસે,

આત્મા કે જેમાં પરમાત્માં વસે,

પરમાત્મા જે સૃષ્ટિના સર્જનહાર,  તો

બીજા નિર્માણહાર છે તબીબ,

એક દુઆ, એક ને દુઆ

જેની આંગળીઓમાં જાદું

વિશ્વાસ તેને કહે છે તબીબ.

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: