વિશ્વ સંગીત દિન…છે આ ગઝલ….“મન”

by

જયશ્રી કૃષ્ણ મિત્રો,

 

આજે તો કેટલું બધું કહેવુ છે અને સમય બહુ જ ઓછો…. સૌ પહેલા તો આજના દિન વિશે જણાવી દઉં તો કેવું..?.તો આજે છે ૨૧મી જૂન. વર્ષનો સૌથી લાંબામાં લાંબો દિવસ.. વળી આજે તો છે વિશ્વ સંગીત દિન.. તો આજે તો કંઈક સંગીતમય મૂકવુ તો જોઈએ પણ શું મૂકુ તે જ નક્કી નથી કરી શકતો. અને હાં એક વાત તો રહી જ ગઈ કે આજે આ મનના વિશ્વાસના ડૉ.હિતેશ ચૌહાણ વિશ્વાસ નો એટલે કે મારો  જન્મદિવસ પણ છે. અને મારી એક મૂઝવણનો અંત આવ્યો કારણકે માર્રી મિત્ર મને મને મારા જન્મદિન પર એક રચના લખી મને આપી જે તેમની પરવાનગી સાથે અહીં રજૂ કરું છું.આશા છે આપને ગમશે.

અને હાં વળી થોડા દિવસો પહેલાં જ આપણા ડૉ.વિવેકભાઈ ટેલરની મારા બ્લોગ પર કોમેન્ટ આવી અને તેમને આ બ્લોગ ગમ્યો પણ અને તેમણૅ મને તેમની રચના મૂકવાની પરવાનગી પણ આપી.  તો એ માટૅ તેમનો આભાર પણ માનવો જ પડે ને…

આમ તો આજે ઘણી બધી ખુશીઓનો દિવસ છે પણ આજ વાત જરા ઉદાસીની પણ થઈ જાય. હંમેશા સુખમા હસવાને ટેવાયેલા આપણૅ ક્યારેય વિચાર્યુ છે કે જો દુઃખ ન હોત તો સુખની અનુભૂતિ થાત ખરી. એક વાર વિચારી તો જુઓ દુઃખની ઉદાસીની એ પળો કેટલો બધો આનંદ આપે છે. ત્યારે જ કદાચ આપણને આપણાંમાં છુપાયેલી શક્તિનો પરિચય થાય છે કંઈક નવીન કરવાની ઈચ્છા થાય છે અને કદાચ આ અવસ્થામાં જ આપણને આપણા સ્વજનોની લાગણીઓનો એહસાસ થાય છે તો વળી એ દુશ્મનને પણ આભાર તો કહેવો જ પડે ને કે જેમણૅ આપણને આટલું બધુ નવીન અને બધાથિ અલગ તરી આવવા પ્રેર્યા. જે સમય આટલુ બધુ આપે, શિખવાડે તે ખરાબ કઈ રીતે હોઈ શકે..? મિત્રો માત્ર એકવાર આપણો અહમ છોડી બીજા કોઈની દ્રષ્ટીએ પણ પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ તો કદાચ પ્રોબ્લેમ સર્જાસે જ નહીં.

અને હાં આજે વિશ્વ સંગીત દિન પર બાજુમાં બોક્સ નેટ માં હિન્દિ અને ગુજરાતી બન્ને ગીત મૂક્યા છે તો મહેરબાની કરીને તેના વિશે ના પ્રતિભાવો જરૂરથી આપશો કે આપને તે કેવા લાગ્યા

 

 

 

 
             

હમણાં જ હોઠોં પર આવી છે ગઝલ,

લાગણી છે આપની ને લખી છે ગઝલ,

શ્વાસ છે આપનો  ને મહેકી ઉઠી છે ગઝલ,

પ્રેમ છે આપનો  ને પરખી છે ગઝલ,

નજરો છે આપની ને શરમાય છે ગઝલ,

સ્મિત છે આપનું ને હસી ઉઠી છે ગઝલ,

યાદો છે આપની અને ગૂંજી ઉઠી છે ગઝલ,

મનનો છે વિશ્વાસ તેના જન્મદિન પર છે આ ગઝલ.

Advertisements

4 Responses to “વિશ્વ સંગીત દિન…છે આ ગઝલ….“મન””

 1. jayeshupadhyaya Says:

  સરસ ગઝલ

  Like

 2. Vishvas Says:

  thank you jayeshbhai

  Like

 3. હિતેશ “ વિશ”નો જન્મદિન… तेरा मुजसे है पेहले का नाता कोई - સુલભ ગુર્જરી Says:

  […] લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન”   પણ જરૂરથી […]

  Like

 4. ડો.હિતેશ “ વિશ” નો જન્મદિન….. जाता मैं जाता कहा….. « મન નો વિશ્વાસ Says:

  […] લઈ ગયા વર્ષે વિશે રજુ કરેલી મારી રચના છે આ ગઝલ….“મન”  અને વિશનું ગમતું ગીત तेरा मुजसे है […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: