‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ

by

આજના જયશ્રી કૃષ્ણ તમામ પપ્પાઓ અને ભવિષ્યમાં થનારા પપ્પાઓને…

 હાં આજે છે પિતૃદિન એટલેકે  “Father’s Day”    …. આજે આપને એક વાત જણાવું કે દિવસોની ઉજવણી પણ કેટલી ક્રમબદ્ધ છે. જુઓ આજથી દોઢ મહિના પહેલા એટલેકે ૧૧મી મેએ માતૃદિન ઉજવ્યો અને ૧૫મી મે એ પરિવાર દિન અને ઠીક એક મહિના બાદ આજે ૧૫મી જૂને એ પિતૃદિન. મતલબ પહેલા માતા ની કુખેથી જન્મ લીધો અને આ દુનિયામાં પ્રવેશ કર્યો.પછી આ ઘરમાં પરિવાર સાથે રમ્યા અને થોડા મોટા થયા. એટલે હવે ઘરમાંથી બહાર નીકળવા મથતા બાળકને આંગળી ઝાલીને કે પછી ખભે બેસાડીને ઘર બહારની દુનિયાની સમજની સાથે જીવન જીવવાની એક કળા શિખવતા પિતાની છ્ત્રછાયાની જરૂર આવી … જોયુને મિત્રો માત્ર વિચારવાની દ્રષ્ટિ બદલવાથી પણ એક જ વાતમાંથિ કેટલુ બધુ જાણી શકાય છે.  કદાચ ઘણા સમાચાર પત્રો કે ન્યુઝ ચેનલો પર પણ બતાવશે કે પાપા કેટલા મહાન છે અને ત્યાર બાદ બધુ વિસારે પડી જશે.હુ તો માત્ર એટલુ કહીશ કે લાગણીઓને કદાચ શબ્દોમાં વર્ણવતા તો મને નથી આવડતુ પણ એટલુ છે કે જેટલુ અનુભવી શકાય ને તેટલુ વર્ણવી તો ન જ શકાય……આપણે હંમેશા પપ્પાને આપણને હસાવતા કે મદદ કરતા જોયા છે પણ કિરણ ચૌહાણની આ રચના પછી શું આપણે તેમની તકલીફો વિશે ન વિચારી શકીએ ? શું તેમને આપણે મદદ ન કરી શકીએ..? તેમના ચહેરા પર ખરેખરનુ નિખાલસ સ્મિત લાવવાની કોશિશ ન કરી શકીએ...

 

 

 

 

 

 

 

 

વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પુછાવે પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

કિરણ ચૌહાણ

Advertisements

3 Responses to “‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહાણ”

 1. jayeshupadhyaya Says:

  અને દીકરી પુછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’ અફલાતુન

  Like

 2. પિતા દિન…..પિતૃસર્જન…રમેશ પટેલ ‘આકાશદીપ’ - સુલભ ગુર્જરી Says:

  […] […]

  Like

 3. આવા વ્હાલા પપ્પા છે મારા…..વિશ્વદીપ બારડ « મન નો વિશ્વાસ Says:

  […] વેદના વ્યક્ત કરતી એક રચના ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’…… કિરણ ચૌહ… અગાઉ અહી રજુ કરી હતી જે કદાચ આપે માણી […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: