એ પ્રેમ છે…. ઊર્મિસાગર

by

જયશ્રી કૃષ્ણ મિત્રો,

   ગઈકાલે આપણા લોકલાડીલા ઉર્મિબેનના ઉર્મિના સાગરને ૨ વર્ષ અને ઉર્મિસાગર.કોમ ની પ્રથમ વર્ષગાંઠ હતી તો તેમને મારા અને આપણા સૌના વતી આ અવસર પર ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ. તેઓ હંમેશા આવુ સર્જન કરતા રહી આપણા જેવા ગુજરાતી સાહિત્યના રસિક-ચાતકોની પ્યાસ છીપાવતા રહે એવી પ્રભુને અભ્યર્થના. .અછાંદસથી શરૂ થયેલી ઊર્મિબેનની યાત્રા બે વર્ષમાં છાંદસ ગઝલો અને લયબધ્ધ ગીતો સુધી પહોંચી, એના આપણે સાક્ષી રહ્યા જ છીએ.   તો આજે તેમના બ્લોગ પરથી મળેલી અને મારા આ બ્લોગના જન્મદિવસે તેમણે મૂકેલી તેમની આ રચના અહીં પ્રસ્તુત છે જે મને ખૂબ જ પ્રિય છે. વળી ગઈકાલે તેમના બ્લોગ પર એમના પોતાના અવાજમાં તમે તારા ને મારા આ વ્હાલપમાં શ્યામ?સાંભળ્યુ ને તે સાંભળીને તો તમે પણ તેમના પર ઓવારી જશો…..

 

 

પ્રેમ છેકહ્યા
વિના  ચાહુ તને
પૂરતું નથી?

 *

શબ્દથી હું કહું તને કે પ્રેમ છે’, પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

જો ચણે, હર પળ સમયનીઆ અતીતનાં ખંડહરો,
કોક પળ આવી ફરી ચણતર કરે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

Advertisements

5 Responses to “એ પ્રેમ છે…. ઊર્મિસાગર”

 1. વિવેક ટેલર Says:

  હાર્દિક અભિનંદન,. ઊર્મિ….

  Like

 2. Harsukh Thanki Says:

  ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
  તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.

  હાર્દિક અભિનંદન.

  Like

 3. ઊર્મિસાગર Says:

  તમારી હાર્દિક શુભેચ્છાઓ અને આ ઉપહાર બદલ ખૂબ ખૂબ આભાર દોસ્ત…!

  તમારો પરિચય દોસ્ત? નામ વિશ્વાસ છે એટલો જ ખ્યાલ આવ્યો…!! 🙂

  Like

 4. Vishvas Says:

  જયશ્રી કૃષ્ણ ઉર્મિબેન,
  માફ કરજો, પણ આ બ્લોગમાં મારા પરિચયનુ પાનું અપલોડ કરવાનું જ રહી ગયુ આપનો ખૂબ ખૂબ આભાર મારી આ ભૂલ બદલ ધ્યાન દોરવા બદલ.મારો પરિચય મેં આપના આગમનની પ્રતિક્ષામાં મૂકેલ છે તેની નોંધ લેજો. પરંતુ મારુ નામ વિશ્વાસ નહી ડૉ.હિતેશ એમ્.ચૌહાણ છે .વિશ્વાસ તો મારી એક મિત્ર એ મને આપેલ ઉપનામ છે

  Like

 5. ઘરઘત્તા…..ઉર્મિબેન « મન નો વિશ્વાસ Says:

  […] ગયા વર્ષે તેમની આ દિન પર મુકેલ રચના એ પ્રેમ છે આ બ્લોગ પરની આખા વર્ષની ત્રીજા નંબરની […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: