ભોળા પ્રેમી……..કલાપી

by

જયશ્રી કૃષ્ણ

આજે તો છે રાજા શ્રી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ ની પુણ્યતિથિ. મૂંઝાઈ ના જશો મિત્રો આ બીજુ કોઈ નહીં પણ આપણા કવિ કલાપિ છે.૨૬ જાન્યુઆરી,૧૮૭૪ના રોજ જન્મેલા આ રાજવી કંઈક નવું જ પ્રદાન આ ગુજરાતી સાહિત્યને આપ્યું. અને તેમાં પણ તેમનો કલાપીનો કેકારવ તો ખૂબ જ લોકપ્રિય છે. જેમની જ્યાં જ્યાં નજર મારી ઠરે  તો મારી ખૂબ જ પ્રિય ગઝલ છે. આવા રાજવી કવિની જીવનઝાંખી ની મુલાકાત લેવા સુરેશદાદાના બ્લોગની મુલાકાત જરૂરથી લેવી રહી. અને તેઓએ રાજકીય કાવાદાવા બાદ ૧૦-૬-૧૯૦૦ના રાતે આ દુનિયામાંથી વિદાય લીધી. તેમના અંગત કવિ કાંન્તે તેમને સુરતાની વાડીના મીઠા મોરલા કહી ઉર્મિભેર અંજલિ અર્પિ છે. તો ચાલો માણીએ આ કવિની એક સુંદર રચના… અને હાં  જ્યાં જ્યાં નજર મારી ઠરે  ની પણ ફરી મુલાકાત જરૂરથી લેજો.

 

 

કમળ ભોળું, કુમુદ ભોળું, ભમર ભોળો, દીવાનાં છે
જે જેનું ન તે તેનું, પ્રેમી પ્રેમી જુઠાનાં!

ભ્રમર ગૂંજે કમલ કુમુદે, ન જેને છે કદર તેની,
દિલ તો તણાં નભમાં, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ પ્રેમી રવિનું જે, કુમુદ બાઝ્યું શશી ને જે,
ફરે ઊંચા તે બેપરવા, પ્રેમી પ્રેમી જુઠાનાં!

કમલ, ભમરા. કુમુદ જેવું હ્ર્દય મારૂં ખરે ભોળું,
કુદે, બાઝે, પડે પાકુ, પ્રેમી પહાડ પાણો છે!

ઈચ્છે દાસ થવાને, ન કોઈ રાખતું તેને,
બિચારૂં આ દિલ કહે છે, “પ્રેમી પહાડ પાણો છે!

મનુની પ્રીત દીઠી મેં, ઝાકળમોતી જેવી તે,
લાડું-લાકડાનો સ્નેહ , પ્રેમી પહાડ પાણો છે!

હવે મનજી મુસાફર તું, બહેતર જા બિયાબાને,
કરી લે પ્રીત પક્ષીથી, પ્રેમી પહાડ પાણો છે!

નિ:શ્વાસે ભર્યું હૈયું, અશ્રુથી ભર્યાં ચક્ષુ,
મગજ બળતું કહે છે: હા! પ્રેમી પહાડ પાણો છે!

Advertisements

5 Responses to “ભોળા પ્રેમી……..કલાપી”

 1. યોગેશ કવીશ્વર Says:

  જણાવવાનું કે લાઠીના રાજવી કવિ કલાપીનું અવસાન ટૂંકી માંદગી બાદ નહી પણ રાજકીય કાવાદાવાથી તેમને વિષ આપીને મોત નિપજાવવામાં આવ્યૂં હતુ તે બાબત સર્વ વિદિત છે.તેમના પ્રપોત્ર આજે પણ અમરેલીમાં રહે છે.હુ તેમને સારી રીતે ઓળખુ છુ.તેમનો મોબાઇલ નંબર પણ તમને આપુ. my blog http://www.lapaliya.co.cc
  -૯૪૨૬૮૪૩૭૫૮

  Like

  • HITESH P.RAJYAGURU Says:

   કવી કલાપીના રાજયગુરૂ આજે પણ લાઠીમાં વસે છે. તે હજુ પણ કલાપી વીશેના સંસ્‍મરણો ધરાવે છે. જે અત્‍યારના સમયમાં ધણી જાણવા જેવી છે.

   Like

 2. કલાપીની પુણ્યતિથિ…વિશ્વાસઘાત…..કલાપી - સુલભ ગુર્જરી Says:

  […] ભોળા પ્રેમી……..કલાપી […]

  Like

 3. કલાપીની પુણ્યતિથિ…વિશ્વાસઘાત…..કલાપી « મન નો વિશ્વાસ Says:

  […] ભોળા પ્રેમી……..કલાપી  […]

  Like

 4. prabhat chavda Says:

  KALAPI NAM J KAFI 6E

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: