મર્યાદા…..“મન”

by

આજે તો છે ૫મી જૂન એટલેકે વિશ્વ પર્યાવરણ દિન….

આજના દિને તો એટલુ કહેવાનુ કે આપણે આપણી પ્રકૃતિનું જતન કરવુ જોઈએ. અને પ્રદૂષણ અટકાવવુ જોઈએ. લો આપને લાગ્યુને કે બધાની જેમ હિતેશ પણ આજે ભાષણ અને સલાહ આપવા લાગ્યો.

 તો એક સરસ વાત કહુ હમણાં એક દંપત્તિને મળવાનું થયું, જાણો છો તેમાં નવિનતા શું હતી..? તેઓ નિઃસંતાન હતા તો આખરે અંતે તેમને દત્તક લેવાનું વિચાર્યું અને મિત્રો તેમણે કોઈ બાળકને નહીં પણ એક વૃક્ષના દીકરાને દત્તક લીધો અને ધીરે ધીરે તેમણે ઘણાં છોડને દત્તક લઈને આખો બાગ રચી દીધો. આજે આ જમાનામાં જ્યારે પોતાના સંતાનો પણ તરછોડી દે છે ત્યારે તેમના આ સંતાનોએ તેમને ક્યારેય એકલા પડવા દીધા નથી હંમેશા તેમનો સાથ આપ્યો છે..

મિત્રો આ તો મને આવેલું એક સુંદર સપનું હતું પણ મિત્રો તમે જ વિચારો કે દરેક કુટુંબ એક કે બે વૃક્ષને પણ દત્તક લઈએ તો કદાચ કુદરતમાં સર્જાતી આ માનવસર્જીત ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યાને બહું જલદી પરાસ્ત કરી શકાય.તો આજે મારી મિત્ર મન ની એક રચના અહીં રજૂ કરુ છું જે દર્શાવે છે કે દરેક વસ્તુ વ્યક્તિ અરે પ્રકૃતિ પણ મર્યાદામાં બંધાયેલી છે અને  જો એ મર્યાદા વટાવે તો… એજ રીતે જો માનવી પણ આ પ્રકૃતિમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદા વટાવે તો તેનું પરિણામ કેવું આવે તેની કલ્પના જોવી છે.. તો તમારા ઉંદરથી  નીચે ટચાકો પાડો.   

1-water-scarcity

 

પ્રકૃતિ આજે મને બંધાયેલી લાગે,

દરિયો સફાટને ઉછળ્યા કરે ભલે,

    પણ છે બંધાયેલો પોતાના કિનારે,

    જો એ માઝા મુકે તો લાગે અડખામણો,

નદી વહ્યા કરે છે ભલે,

    પણ બંધાયેલી લાગે પોતાની સીમમાં,

    એ મૂકે પોતાની સીમા તો લાગે કુમાતા,

વૃક્ષ સ્વતંત્ર, પણ નવ હલીચલી શકે પોતાની જાતે,

ચંદ્ર સૂરજ ને થાકેલ મુસાફરો, પણ બંધાયા છે પોતાની ગતીમાં,

હું મનમાનવી ન બનીને આકાશ હવા ને મનની જેમ સ્વતંત્ર.

 

                અને હાં મિત્રો આજે મન ના વિશ્વાસનો પ્રથમ સૂર અહીં ગૂંજતો કરેલ છે. જે મારા આ બ્લોગની પ્રથમ પોસ્ટ હતી તથા મારૂ પ્રિય ગીત છે તો પાસે રહેલા ખાનામાં આ ગીત જરૂરથી સાંભળશો.અને मेरी आवाज़ को मिल गई रोशनी ની ફરી મુલાકાત લેવાનું ચૂકતા નહીં

 

Advertisements

4 Responses to “મર્યાદા…..“મન””

 1. વિશ્વ વન દિવસ…ઝાડ એના પાંદડાંને પૂછે છે…..રમેશ પારેખ « મન નો વિશ્વાસ Says:

  […] રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન” વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો […]

  Like

 2. વિશ્વ વન દિવસ…ઝાડ એના પાંદડાંને પૂછે છે…..રમેશ પારેખ - સુલભ ગુર્જરી Says:

  […] રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન” વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો […]

  Like

 3. Ramesh Patel Says:

  મનનો વિશ્વાસ અને મનમાં વિશ્વાસ

  ગાતા ગૂંજતા કરશું ગૌરવી પ્રવાસ

  છીએ ગુલાબ જુદાં પણ સુગંધ એક

  સોમ ને રવિ થઈ ભરશું વ્યોમ એક

  રમેશ પટેલ(આકાશદીપ)
  Dedicated with regards to you and Man

  Like

 4. આજે વિશ્વ વન દિવસ,ભારતમાં માત્ર ૧૩ટકા ધરતી પર જ તેમનું અસ્તિત્વ બચ્યું છે. – Bhavik Mandal News Says:

  […] રજું કરેલ એક નવો દીકરો પરનો વિચાર મર્યાદા…..“મન” વાળી રચનાની ઉપરની નોંધ પણ વાંચી આપનો […]

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: