મળે ન મળે -’આદિલ’ મન્સૂરી

by

                          અરે હાંઆજે મારા સંગ્રહમાં વાંચતા વાંચતા આદિલજીની આ રચના નજરે ચડી અને યાદ આવ્યુ કે તેમની એક ખાસ યશકલગી ની વાત તો કરવાની રહી જ ગઈ…. ગઈ ૧૮મી મે ૨૦૦૮ના રોજ શ્રી આદિલ મન્સુરી અને શ્રી જલન માતરી ને ફકીરભાઈ વાઘેલાના હસ્તે એક એવોર્ડ એનાયત થયો.. જાણો છો તે છે વલી ગુજરાતી ગઝલ એવોર્ડ…. વલીજી એ ગુજરાતી સાહિત્યજગતને અર્પણ કર્યું છે તેના માનમાં આ એવોર્ડ અપાય છે અને આ વર્ષે તે આ બે મહાન હસ્તીઓને મળ્યો છે તો તે માટૅ આ બંને ને ખૂબખૂબ અભિનંદન…

વતન કાયમ માટે છોડવાનું આવે તો મારી-તમારા જેવા સામાન્ય જનોની વિચારવાની શક્તિ, જવાના દુ:ખમાંને દુ:ખમાં ઓછી થઈ જાય, પણ જો આપણી જગ્યાએ શ્રી આદિલ મનસૂરી હોય તો જવાની વેદના ગઝલરૂપે આવે, કંઈક આવી રીતે…

નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,
ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે.

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.

પરિચેતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ન મળે.

ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ન મળે.

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં,
પછી કોઈને કોઈની કબર મળે ન મળે.

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં,
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે.

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.

આ અને અન્ય ગઝલની સમજૂતી માટૅ ગુર્જરકવિતા ની મુલાકાત તો લેવી જ રહી…

3 Responses to “મળે ન મળે -’આદિલ’ મન્સૂરી”

  1. આદિલ મન્સુરીનું અવસાન…(?)આવશે…..આદિલ મન્સુરી « મન નો વિશ્વાસ Says:

    […] પડેલું ત્યારે રચેલી તેમની આ ગઝલ “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે” ખરેખર વતનની તેમની લાગણી વ્યક્ત કરે […]

  2. આદિલ મન્સુરીનું અવસાન…(?) આવશે…..આદિલ મન્સુરી - સુલભ ગુર્જરી Says:

    […] પડેલું ત્યારે રચેલી તેમની આ ગઝલ “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે” ખરેખર વતનની તેમની લાગણી વ્યક્ત કરે […]

  3. આદિલ મન્સુરીનું અવસાન…(?)આવશે…..આદિલ મન્સુરી - સુલભ ગુર્જરી Says:

    […] પડેલું ત્યારે રચેલી તેમની આ ગઝલ “નદીની રેતમાં રમતું નગર મળે ન મળે” ખરેખર વતનની તેમની લાગણી વ્યક્ત કરે […]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s


%d bloggers like this: