આહા આવ્યું વેકેશન…અરવિંદ શેઠ…બાળગીત.

by

         આમ તો પરીક્ષા ક્યારનીય પૂરી તો થઈ ગઈ પણ પરિણામ આજે આવ્યું હશે બધા વિધ્યાર્થીમિત્રોનું. તો બધા વિધ્યાર્થીમિત્રોને ખૂબખૂબ અભિનંદન. તો ખરેખર વેકેશન નો પ્રારંભ તો હવે થયો છે તો આજે તો આ ગીત મૂકવુ જ રહ્યું. વળી આ ગીતના સર્જક બતાવવા માટે શ્રી રાજુભાઈ શેઠનો આભાર. 

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા

રજાની મજા, મજાની રજા, રજાની મજા

સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા

જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં

અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના

આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના

આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા…

 

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.