જનની સુરક્ષા દિન…..

by

આજે તો ૧૧મી એપ્રિલ.

 

            આપણા ગુજરાતમાં તો આજના દિનને જનની સુરક્ષા દિન એટલે કે 

સલામત માતૃત્વ દિનતરીકે ઉજવવામાં આવે છે. આપ સર્વેને હશે કે હિતેશ હંમેશા આવા દિવસો જ શોધે છે…શું કરુ મિત્રો એક ડૉકટર છું ને….વળી આ સમગ્ર જગતમાં કઈ એવી વ્યક્તિ હશે જેને માં પ્રિય ન હોય, જે હંમેશા આપણી બધી જ કાળજી રાખે, આપણા પર વ્હાલનો વરસાદ વરસાવતી હોય તેવી મા માટે આપણે શું કરીએ છીએ…? અરે કાંઈ એમ જ થોડુ કહ્યુ હશે કે જનની ની જોડ સખી નહી જડે રે લોલ. વળી ચાલુ વર્ષને નિરોગી બાળ વર્ષ તરીકે ઉજવવાનું પણ નક્કી થયું છે તો શું આપણે આપણી માતાની રક્ષા કરીને તેમાં સહભાગી ન થવુ જોઈએ….. તો આવો દોસ્તો આજે આટલુ તો માતાની સલામતી માટે કરીએ તો કોઈ બાળકની માતા ન છીનવાય્…

 

  • સગર્ભાવસ્થાની મમતા દિવસ કેન્દ્ર પર વહેલી નોંધણી કરાવો.
  • મમતા દિવસ કેન્દ્રની દર માસે નિયમિત મુલાકાત લો.
  • ડૉક્ટરની સલાહ મુજબ ધનુરની રસી લો.
  • લોહતત્વની ગોળીઓનો કોર્સ પૂર્ણ કરો.
  • ભોજનમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ કરો.
  • લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળ વધુ પ્રમાણમાં લો.
  • ખોરાકની માત્રા વધારો અને દિવસમાં ત્રણથી ચાર વાર ખોરાક લો.
  • રોજીંદા દિવસમાં ઓછામાં ઓછા બે કલાક આરામ કરો.
  • ચિરંજીવી યોજના અને જનની સુરક્ષા યોજનાનો લાભ લો અને દવાખાનામાં કે પછી સુશિક્ષિત દાયણ પાસે જ સલામત સુવાવડ કરાવો.

 

અને હા માં વિશે એક રચના મેં ક્યાંક વાંચી હતી તે યાદ છે તે અહીં રજૂ કરુ છું આ કોની રચના છે તે તો ખબર નથી માટે હાલ અજ્ઞાત કવિમાં મૂકુ છું પણ આ કવિતા વિશે વિચારજો જરુર. અને હાં જો આપને કવિની જાણ હોય તો મને જાણ કરવા નમ્ર અરજ છે.

 

 

 

મા
પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને
થોડી વૃધ્ધ પણ હોય છે

આપણામાં જયારે
સમજણ આવી જાય છે
ત્યારે કહીએ છીએ
મા,તને કંઇ સમજણ પડતી નથી”

પછી મા કશું બોલતી નથી
ચૂપચાપ ઘરના એક ખૂણામાં બેસીને
પોતાના વા થી પીડાતા
પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ
મા મરી જાય છે
અને આપણે
બે હાથ જોડીને કહી પણ શકતા નથી
માફ કરી દેજે મા…!!!

 

 

 

 

 

3 Responses to “જનની સુરક્ષા દિન…..”

  1. H..ओ ओ ओ मां..तेरे हाथ…मेरी आवाज़ को मिल गई रोशनी « મન નો વિશ્વાસ Says:

    […] જનની સુરક્ષા દિન….. […]

    Like

  2. H..ओ ओ ओ मां..तेरे हाथ…मेरी आवाज़ को मिल गई रोशनी | સુલભ ગુર્જરી Says:

    […] જનની સુરક્ષા દિન….. […]

    Like

  3. સલામત માતૃત્વ દિન…જનની…..રમેશ પટેલ ‘આકાશદીપ’ « મન નો વિશ્વાસ Says:

    […] કરીશું.વળી ગત વર્ષે આ દિન પર રજું થયેલ જનની સુરક્ષા દિન… મા.. મા પરની રચના અને ગર્ભવતી સ્ત્રીઓની […]

    Like

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.