ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી

by

             એપ્રિલ મહિનો એટલે પરીક્ષાનો મહિનો…હા દસમા અને બારમાના વિધ્યાર્થીઓની તો પરીક્ષા તો પૂર્ણ થઈ ગઈ. પરંતુ બીજા ધોરણો અને કોલેજોની બસ થવાની તૈયારી જ. મારા તે દિવસો યાદ કરુ છુ ત્યારે થાય છે કેટલા સુંદર હતા તે દિવસો. તમને લાગશે કે હિતેશ સાચે જ પાગલ થઈ ગયો છે કે જે પરીક્ષાના દિન ને પણ માણવાનૂ કહે છે. પણ ના મિત્રો જરા તમે જ યાદ કરો એ દિવસો…. શું તમને યાદ નથી આવતી એ બધા લોકોની તમારી પ્રત્યેની કાળજીની પછી તે મમ્મી પપ્પા હોય કે બહેન કે સગાસંબંધી કે પાડોશી. એ સમયે જ તો તમને  એ બધાની હૂંફનો એહસાસ થાય છે. વળી બધા કહે છે ગણીત એટ્લે તો તોબા. પણ સાચુ કહુ તો ત્યારે તો ગણીત મને સૌથી સહેલુ લાગતું પણ આજે જ્યારે છેલ્લા છ વર્ષથી ગણીતનો સાથ છૂટી ગયો છે ત્યારે સમજાય છે કે એ ખરેખર એટલુ સહેલુ નહોતુ પણ અંગ્રેજીમાં કહે છે “PRACTICE MAKES MAN PERFECT.” તેમ પુનરાવર્તન અને મહાવરો જ તમને સફળતા અપાવે છે. તો બધા વિધ્યાર્થીમિત્રોને મારી શુભકામનાઓ સહ ટહુકામા ગત વર્ષે રજૂ થયેલ મુકુલ ચોક્સીનું આ ગીત અહીં રજૂ કરુ છું આશા છે આપને ગમશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

ભણવાની ઋતુ આવી
મહેનત અને મનોબળ,
સફળતાની બે ચાવી

હવે તો પ્રેમ બેમને છોડો
મનને વિરામ આપો થોડો
ક્રિકેટ પાછળ ઓછુ દોડો
બસ પુસ્તકથી નાતો જોડો

પરીક્ષાને જ સખી બનાવી,
એને દિલમાં લેજો સમાવી

ન રાખો મનમાં હેજે તાણ
છે ભાથામાં શ્રધ્ધાના બાણ
કરી દો સૌ મિત્રોને જાણ
હવે તો યુધ્ધ એ જ કલ્યાણ

ડરને મનથી દૂર ભગાવી
કલમની લો બંદૂક ઉઠાવી

 

Advertisements

2 Responses to “ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી”

  1. ALL THE BEST વિદ્યાર્થી ભાઈ-બહેનો…ચીમ્પુભાઈની પરીક્ષા…..રમેશ પટેલ ‘આકાશદીપ’ « મન નો વિશ્વાસ Says:

    […] છે.અને હા આ સાથે ગયા વર્ષે રજું કરેલ ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી રચના પણ માણવાની ચુકતા નહી.અને આપ પણ આ […]

    Like

  2. ALL THE BEST વિદ્યાર્થી ભાઈ-બહેનો… ચીમ્પુભાઈની પરીક્ષા….. રમેશ પટેલ ‘આકાશદીપ’ - સુલભ ગુર્જરી Says:

    […] છે.અને હા આ સાથે ગયા વર્ષે રજું કરેલ ભણવાની ઋતુ આવી…. – મુકુલ ચોક્સી રચના પણ માણવાની ચુકતા નહી.અને આપ પણ આ […]

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s


%d bloggers like this: