સંદેશા–“મન”

by

મેં પહેલા વાત કરી હતી કે મારી મિત્ર મન  એ મને તેમની રચના રજુ કરવાની પરવાનગી તો  આપી. પરંતુ તેમની કવિતાનો ઇંતજાર હતો. અને મારૂ નસીબ તો જુઓ કાલે મહિનાઓ અથવા તો એમ કહુ કે પુરા એક વર્ષ બાદ તેમની સાથે મુલાકાત થઈ. અને સાચુ કહુ તો ગઈ કાલ મારા માટે એક સુંદર અને યાદગાર દિન બની ગયો.. અને તેમને મને તેમની કેટલીક કવિતાઓ આપી. અને તેમની માંગ અનુસાર હું તેમના ઉપનામ મન ના નામ પર જ આ કવિતાઓ રજુ કરીશ. જોકે હજુ તેઓ આ બ્લોગની મુલાકાત તો નથી લઈ શક્યા કારણકે મોબાઈલમાં તો ગુજરાતી દેખાય નહી ને. વળી તેઓ પાસે કોમ્પ્યુટર નથી ને તેમના ગામમાં ઇન્ટરનેટ ની સુવિધા પણ નથી....

 

વળી આપણા ટહુકાવાળા જયશ્રીબેને પણ કાલે આ બ્લોગની મુલાકાત લઈ મને માર્ગદર્શન આપ્યું અને મારા આ બ્લોગ ની સૌ પ્રથમ કોમેન્ટ તેમની આવી એટલે મારી ખુશીમાં ઓર વધારો થઈ ગયો..

 

કહે છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તો જો આપણે ધ્યાન થી જોઈએ તો આપણી આસપાસ રહેલી આ પ્રકૃતિ આપણને કેટલુ બધું શિખવાડે છે. કંઈક આવુ જ આ રચનામા મારી કવયિત્રિ મિત્ર  મન રજુ કરે છે..

 prakriti 

પ્રકૃતિ કેટલી રમણીય ને સુંદર લાગે ?

દરેક તત્વ આપે સંદેશ માનવને,

નદી કહે, કલ કલ કલ કલ કરતા વહેવાનું,

પહાદ કહે, ઊંચાઈ પ્રાપ્ત કરો,

સમુદ્ર કહે, ઉછળ્યા કરો પોતાની હદમાં,

વૃક્ષ કહે, ઊભા રહો અડીખમ આફતોમાં,

ફુલ કહે, મુસ્કુરાહટને ન ભૂલશો વિકટ પરિસ્થિતિમાં,

વ્યોમ કહે, રહો નિર્મળ દરેક જગ્યાએ,

વાદળ કહે, દરેક સ્વરૂપમા ઢળી જાઓ,

ચંદ્ર સૂરજ ને તારા કહે રહો અવિચળ ને અથાક મુસાફર,

પંખી કહે રહો હંમેશા કિલ્લોલતા ને ખુશ,

ક્ષિતિજ કહે મનરહે અલિપ્ત સૌ સાથે,

બાબુ કહે આ રહો સૌથી નીચા બની,

ખડક પડ્યા કહે બનો કઠોર પણ બીજાની ભલાઈ માટે,

ઋતુઓ કહે બદલાતા રહો, ખુશનુમા રહો..

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: