પડછાયો હતો – શૂન્ય પાલનપુરી

by

 માફ કરજો મિત્રો હમણા ઇન્ટરશીપમાં વ્યસ્ત હોવાને લીધે વધુ રજુ નથી થતુ.. અને હં આ બ્લોગ મા હુ આપણા ટહુકા વાળા જયશ્રીબેન નો આભાર માનવો ઘટે.. કોશિશ કરિશ કે અઠવાડિયામા એક તો રચના મુકી શકુ. … તો હવે મળતા રહેશુ…

sandhya

ડગલે પગલે ભવમાં હું જેનાથી ભરમાયો હતો,
કોને જઇ કહેવું કે એ મારો જ પડછાયો હતો ?

ભેદ અનહદનો મને ત્યારે જ સમજાયો હતો,
જે દિવસે હું કોઇની નજરોથી ઘેરાયો હતો.

નામ પર મારા કોઇ શરમાય એ એની કસૂર ?
હું વિના વાંકે જીવન આખું વગોવાયો હતો.

ખુદ ઉષા-સંધ્યા ન એનો દઇ શકી કોઇ જવાબ,
લોહીથી સૂરજનો પાલવ કેમ ખરડાયો હતો ?

તારી આંખોના ઇશારે મારી એકલતા ટળી,
ભરસભામાં હું નહિતર ખૂબ મૂંઝાયો હતો.

માફ કરજે થઇ શક્યું ના આપણું જગમાં મિલન,
ભીડ કૈં એવી હતી કે હું જ રઘવાયો હતો.

આ ગઝલ કેરી ઇમારત છે અડીખમ આજ પણ,
એના પાયે શૂન્યકેરો પ્રાણ પૂરાયો હતો.

Advertisements

2 Responses to “પડછાયો હતો – શૂન્ય પાલનપુરી”

 1. ટહુકો વાળી જયશ્રી Says:

  સૌથી પહેલા તો આપે ટહુકો પરથી પોસ્ટ લીધી, અને સાથે ટહુકોનો ઉલ્લેખ પણ કર્યો એટલે આપનો આભાર.

  બીજી એક વાત, જયશ્રીની જોડણી સુધારશો, please..!!

  Like

 2. Vishvas Says:

  બસ જયશ્રીબેન હવે તો તમારી જોડણી પણ સુધારી દીધી..તમારુ મને ધ્યાન દોરવા બદલ આભાર . આગળ પણ મારુ માર્ગદર્શન કરતા રહેજો..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: