પ્રેમ એટલે….ઊર્મિસાગર

by

 

 

                                       

                   પ્રેમ માટે તો કોઈ એક દિવસ ન જ હોય. પરંતુ જો પ્રેમ ની વાત નિકળી જ હોય તો એક નામ તો સહુ કોઈ ના મન માં આવે જ. સાવ સાચુ મિત્રો એ છે રાધા-કૃષ્ણ નુ જ સ્તો. પ્રેમ ની તો કોઈ પરીભાષા ન હોય છતા કંઈક અહીં પ્રસ્તુત કરુ છુ…જે આપણા લોકલાડીલા  ઉર્મિબેન ની એક અદભૂત રચના છે.

 

 

  krishna Radha-Krishna 

પ્રેમ એટલે હું નહીં
પ્રેમ એટલે તું ય નહીં
પ્રેમ એટલે-
હુંથી તુંસુધી પહોંચવાની પ્રણયની નાનકડી કેડી 

પ્રેમ એટલે મોસમનો વરસાદ નહીં
પ્રેમ એટલે વસંતનો શણગાર નહીં
પ્રેમ એટલે-
પાનખર-રણે ઝઝૂમીને ફૂટી નીકળેલી એક કુંપળ

 

પ્રેમ એટલે કૃષ્ણ જ નહીં
પ્રેમ એટલે રાધા જ નહીં
પ્રેમ એટલે-
કૃષ્ણની વાંસળીમાંથી રેલાતાં રાધાની ઊર્મિનાં સૂર

  

પ્રેમ એટલે કહેવા જેવી વાત નહીં
પ્રેમ એટલે સુંદર શબ્દોની લાશ નહીં
પ્રેમ એટલે-
અંતરમાં થતો મૌન ઊર્મિનો મઘમઘાટ…..

Advertisements

4 Responses to “પ્રેમ એટલે….ઊર્મિસાગર”

 1. ઊર્મિસાગર Says:

  આ મારી રચના અહીં પોસ્ટ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર…!

  ગુજરાતી બ્લોગ-જગતમાં આપનું હાર્દિક સ્વાગત !

  Like

 2. Vishvas Says:

  આપનો આભાર. અને આપની આ રચના ખરેખર્ સરસ છે. પણ આ આપની રચના છે તેની તો મને જાણ નહોતી. આથી મારી ભૂલ સુધારી આપનુ નામ ઉમેરી દીધુ છે. આશા છે મને સહકાર આપશો.

  Like

 3. thakor patel Says:

  prem etle hu ane tu ma samayelo prabhu……very nice

  Like

 4. mukesh Says:

  so nice this alllllllllllllll

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s


%d bloggers like this: