Archive for August 26th, 2010

રક્ષાબંધન…રાખડી પૂનમ રે આવી…..

August 26, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે શ્રાવણ સુદ પૂનમ.એટલે કે ભાઈ અને બેનીના વ્હાલ, પ્રેમ અને મસ્તીનો દિવસ.રક્ષાબંધન. ખરેખર નાનપણના એ દિવસો કેટલા સુંદર હોય છે ને. જ્યારે પોતાના ભાઈ કે બેની સાથે જે મજાક,મસ્તી, તોફાન કરીએ છીએ અને આજે જ્યારે એ પરણીને દૂર ચાલી જાય છે ત્યારે જ સાચી લાગણીનો અહેસાસ થાય છે. કોઈએ સાચું જ કહ્યું છે ને કે જ્યારે આપણી પ્રિય વ્યક્તિ અને તેના પ્રેમનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે એ આપણાથી દૂર જાય છે. અને કદાચ તેથી જ બેની ના લગ્ન બાદ ભાઈ અને બેનનાં સંબંધમાં વધુ નજદીકી આવે છે અને ફરી એ બાળપણ ,ભોળપણ,નિર્દોષ મસ્તી તાજી થઈ જાય છે. તો હંમેશા આ સંબંધને જાળવી રાખજો.અને આ પ્રસંગે આજે એક ફિલ્મગીત રજૂ કરું છું આશા છે આપને ગમશે અને આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો…


સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

દિલમાં ઝબોળી ને લાવી

આવી રે આવી હેં ને સખી લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…(૨)

સોના બાજઠીયો ભાઈને આંગણે,

વીરાને બેસવા દઈએ,

સોના રે બાજઠે સખી બેસે મારો વીર,

કુમકુમ તિલક તારે ને માંજવા,એના ઓવારણાં લઈએ,

કુમકુમના તિલક રે સખી લેશે મારો વીર,

બંધનના સંગની, લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…

હો હો સખી રાખડી પૂનમ રે આવી…(૨)

રક્ષાના બંધમાં ભાઈ ને બેનનો,રોકાયો મોલ રે એવો.

રક્ષાના બંધમાં સખી છૂપાયો રે કોણ,

મોંઘેરા મોલનો નાતો નિભાવવા,પોતાનો પ્રાણ રે દેવો,

બેની ને વીરાનો સખી નાતો રે અણમોલ,

પાવન પ્રસંગ ને, લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…

હો હો સખી રાખડી પૂનમ રે આવી…(૨)

સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

દિલમાં ઝબોળી ને લાવી

આવી રે આવી હેં ને સખી લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…(૨)


Follow

Get every new post delivered to your Inbox.