Archive for August, 2010

રક્ષાબંધન…રાખડી પૂનમ રે આવી…..

August 26, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે શ્રાવણ સુદ પૂનમ.એટલે કે ભાઈ અને બેનીના વ્હાલ, પ્રેમ અને મસ્તીનો દિવસ.રક્ષાબંધન. ખરેખર નાનપણના એ દિવસો કેટલા સુંદર હોય છે ને. જ્યારે પોતાના ભાઈ કે બેની સાથે જે મજાક,મસ્તી, તોફાન કરીએ છીએ અને આજે જ્યારે એ પરણીને દૂર ચાલી જાય છે ત્યારે જ સાચી લાગણીનો અહેસાસ થાય છે. કોઈએ સાચું જ કહ્યું છે ને કે જ્યારે આપણી પ્રિય વ્યક્તિ અને તેના પ્રેમનો અહેસાસ ત્યારે જ થાય છે જ્યારે એ આપણાથી દૂર જાય છે. અને કદાચ તેથી જ બેની ના લગ્ન બાદ ભાઈ અને બેનનાં સંબંધમાં વધુ નજદીકી આવે છે અને ફરી એ બાળપણ ,ભોળપણ,નિર્દોષ મસ્તી તાજી થઈ જાય છે. તો હંમેશા આ સંબંધને જાળવી રાખજો.અને આ પ્રસંગે આજે એક ફિલ્મગીત રજૂ કરું છું આશા છે આપને ગમશે અને આપ આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશો…


સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

દિલમાં ઝબોળી ને લાવી

આવી રે આવી હેં ને સખી લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…(૨)

સોના બાજઠીયો ભાઈને આંગણે,

વીરાને બેસવા દઈએ,

સોના રે બાજઠે સખી બેસે મારો વીર,

કુમકુમ તિલક તારે ને માંજવા,એના ઓવારણાં લઈએ,

કુમકુમના તિલક રે સખી લેશે મારો વીર,

બંધનના સંગની, લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…

હો હો સખી રાખડી પૂનમ રે આવી…(૨)

રક્ષાના બંધમાં ભાઈ ને બેનનો,રોકાયો મોલ રે એવો.

રક્ષાના બંધમાં સખી છૂપાયો રે કોણ,

મોંઘેરા મોલનો નાતો નિભાવવા,પોતાનો પ્રાણ રે દેવો,

બેની ને વીરાનો સખી નાતો રે અણમોલ,

પાવન પ્રસંગ ને, લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…

હો હો સખી રાખડી પૂનમ રે આવી…(૨)

સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

સૂતરનો તાંતડો હૈયાના હેતમાં,

દિલમાં ઝબોળી ને લાવી

આવી રે આવી હેં ને સખી લાખેરા રંગની,

રાખડી પૂનમ રે આવી…(૨)

૬૪મો સ્વતંત્રતા દિન…હિંદ તણો ત્રિરંગો મારો…..મણિલાલ શ્રીમાળી

August 15, 2010

જય શ્રીકૃષ્ણ અને જય હિંદ મિત્રો,

આજે છે ૧૫મી ઓગસ્ટ. આપણો ૬૪મો સ્વતંત્રતા દિન.સૌ પ્રથમ તો આપણે ઘણા સમય બાદ મળ્યા નહીં ? તો આપ સર્વે કેમ છો ? અને હા આપ સર્વે મિત્રો/વડીલોના આશિર્વાદ અને આપ સૌની શુભકામનાનો હૃદયપૂર્વક સ્વીકાર કરું છું, અને ખાસ મારી મિત્ર “મન”ને પણ જે દર વખ્તની જેમ આ વર્ષે પણ મને ખૂબ સુંદર સરપ્રાઈઝ આપી. તો આપ સૌનો ખુબ ખુબ આભાર.

વળી આપણા માટે એક એ પણ નવા સમાચાર છે કે હવે આપણા રૂપિયાનું પણ એક ચિહન ` “
સર્વસ્વીકૃત થઈ ગયું છે. તો હવે આશા રાખીએ કે આવનારા આ ૬૪માં સ્વતંત્ર વર્ષમાં ભારત દેશ પોતાની આગવી ઓળખ સાથે વધુ ને વધુ બહાર આવી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આતંકવાદ, ભ્રષ્ટાચાર, મોંઘવારી વગેરે દૂષણોમાંથી પણ આઝાદ થાય અને આ માટે બીજા પર આધારિત ન રહેતા આપણે ખુદ જ આગળ વધવું પડશે.જો દરેક વ્યક્તિ આગળ આવશે તો જ આનો અંત આવે અને સાચા અર્થમાં સ્વતંત્રતા આવે.તો ચાલો આ સંકલ્પ સાથે આપણા ત્રિરંગાને સલામી આપતા આ ગીત માણીએ…અને હાં ગત વર્ષોમાં રજૂ થયેલ રચનાઓ

जन गण मन…. રવિન્દ્રનાથ ટાગોર ;

;

સ્વતંત્રતા, દે વરદાન એટલું…..ઉમાશંકર જોશી

ની મુલાકાત પણ જરૂર લેશો અને આપના અમૂલ્ય મંતવ્યથી મને અભિભૂત કરશો.

ફરક ફરક ફરકે ગગનમાં ઉંચે,

હિંદ તણો ત્રિરંગો મારો.

કેસરી, સફેદ ને લીલો લહેરાતો,

હિંદ તણો ત્રિરંગો મારો.

કેસરિયો કુરબાન છે શહિદવીરોનો,

હિંદ તણો ત્રિરંગો મારો.

સફેદ શાંતિનો સંદેશ દેતો,

હિંદ તણો ત્રિરંગો મારો.

લીલાથી લહેરાતી હિંદની ધરા,

હિંદ તણો ત્રિરંગો મારો.

અશોકચક્રની શાન વાદળિયામાં,

હિંદ તણો ત્રિરંગો મારો.

સદાય સાચવીશું શાન આ ઝંડાની,

હિંદ તણો ત્રિરંગો મારો.

ચોમેર રેલાવીશું યશોગાન ધ્વજનાં,

હિંદ તણો ત્રિરંગો મારો.


Follow

Get every new post delivered to your Inbox.