Archive for March, 2010

રામનવમી…રઘુપતિ રાઘવ રાજારામ…..

March 24, 2010

જય શ્રીરામ મિત્રો,

 

     આજે છે ચૈત્રી સુદ નોમ. આજનો દિવસ તો શ્રીરામ ભગવાનનો જન્મદિવસ.એટલે રામનવમી. રામનવમી વિશેની વધુ જાણકારી માટે ગત વર્ષે રજૂ કરેલ રચના રામનવમીરામ રમે સોગઠે રે…..   જરૂરથી માણજો.વળી શ્રીરામ ની વંશાવલી પણ જરૂર જાણશો.  
           વળી આજે છે ૨૪મી માર્ચ પણ આજે છે વિશ્વ ક્ષય દિન. આ માટૅની વિગતવાર માહિતી માટે ગત વર્ષની આ રચના વિશ્વ ક્ષય દિનઅંધશ્રદ્ધા નો ક્ષય….. ‘સૂફીપરમાર જરૂરથી આપ જોશો તેવી આશા છે.કારણકે આ રોગ પ્રત્યેની જાગૃતિ જ આપણને સુરક્ષા બક્ષી શકે છે અને આપણું ભાવિ સુખમય રાખી શકે છે.તો ચાલો આજે માણીએ આ લોકપ્રિય ભજન… 

 

 

 

 

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

કૌશલ્યાના પ્યારા રામ,

દશરથના દુલારા રામ.

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

અયોધ્યાના રાજા રામ,

હનુમાજીના વહાલારામ.

લક્ષ્મણજીના સાથી રામ,

ભરતજીના બંધુ રામ.

રઘુપતિ રાઘવ રાજારામ,

પતિત પાવન સીતારામ.

રાત્રે નિદ્રા દિવસે કામ,

ક્યારે ભજશો સીતારામ?

સીતારામ સીતારામ,

ભજ પ્યારે તુ સીતારામ.

.

 

ચૈત્રની નવરાત્રી આવી…..”મન”

March 23, 2010

 

જય શ્રીકૃષ્ણ મિત્રો,

              આજે છે ચૈત્રી સુદ આઠમ. આમ તો ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ ક્યારનોય થઈ ગયો છે, પણ વ્યસ્તતાને લીધે કોઈ ગરબો નહોતો મૂકી શકાતો પણ મારી મિત્ર મન એ મને મીઠી ટકોર સાથે તેમની આ રચના આપી અને કહ્યું કે જીવનનઈ વ્યસ્તતા વચ્ચે પણ પ્રભુ ભક્તિ માટે આપણી માતાજી માટે તો સમય કાઢવો પડે મળે નહી, તેથી આજે રાત્રીના ૧૧ કલાકે પણ સમય કાઢીને આ પોસ્ટ રજુ કરી રહ્યો છું વળી આઠમ હોવાથી માતાજીના નૈવેદ્યનો પણ દિન હોવાથી યોગ્ય સમયે આ આપ સમક્ષ રજુ કરવાની કોશિશ કરી છે આશા છે આપ સર્વેને આ ગમશે અને આપના અમૂલ્ય પ્રતિભાવોની પ્રતિક્ષા રહેશે. 

 

 

 

જય દુર્ગા મા, જય ચામુંડા મા,

ચૈત્રની નવરાત્રી આવી,

ગરબે રમી, ધૂમ મચાવી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી. 

 

ચોક વળાવી, સાથિયા પૂરાવી,

જોઉં તમારી વાટડી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

 

ફૂલોનો ગજરો બનાવી,

દીવડે જ્યોત જલાવી,

જોઉં તમારી વાટડી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

 

ગરબે રમી, ધૂમ મચાવી,

આજે રૂડી આથમડી આવી,

ચૈત્રની નવરાત્રી આવી.

ગુરુજીનો જન્મદિન…સવારી રે ચડી સનાતન સંતની…..ખોડુભા

March 1, 2010

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ધુળેટી.આજે રંગોત્સની સાથે સાથે છે અમારા ગુરુજી શ્રી પુરૂષોત્તમદાસ લાલજી મહારાજનો આજે જન્મદિન પણ છે.તો ગુરુજીને કોટિ કોટિ વંદન સહ જન્મદિનની શુભકામનાઓ.હાલમાં તેઓ હયાત નથી પરંતુ તેમ છતા આજે પણ તેમની અનુભૂતિ થાય છે અને તેમના આશીર્વાદ અમ સૌ ભક્તો પર વરસતા રહે છે.તો આ પ્રસંગે ગુલાલની છોળો સાથે સાથે ચાલો ભક્તિના રંગે પણ રંગાઈ જઈએ.ખાસ આ ભજન ગુરુજીને અર્પણ.

સવારી રે ચડી સનાતન સંતની-ટૅક

કરવાં એને ભારતનાં કલ્યાણ રે, વનથળના વાસી. સવારી રે

કપરા કૂડા કળી કાળમાં, તપોબલના ઊગ્યાં આભે ભાણે રે

વનથળના વાસી. સવારી રે

નેજા ફરકે સનાતન ધર્મના, સંસ્કૃતિની ઝળકે જીવન જ્યોત રે

વનથળના વાસી. સવારી રે

બિરદ શોભાવ્યું ગુરૂદેવનું, તિમિર ટાળી પાડ્યો જગપ્રકાશ રે

વનથળના વાસી. સવારી રે

હાકલ વાગે પુરૂષોત્તમલાલની

અનોખા શોભે કાંઈ શાદળા કેરા પંથ રે

વનથળના વાસી. સવારી રે

શાપર સૌરાષ્ટ્ર જન્મ ભોમકા,

વનથળ ગામને વગડે કીધો વાસ રે,

વનથળના વાસી. સવારી રે

ઉજ્જ્વળ કીધી રેવાબાની કૂખને,

દિપાવ્યા છે કંઈ બાપુ વિશ્વનાથ રે,

વનથળના વાસી. સવારી રે

કર જોડી વિનવે ખોડુભા આપને,

કરજો બાપું ગાંગડ ગામમાં વાસ રે,

વનથળના વાસી. સવારી રે


Follow

Get every new post delivered to your Inbox.