Archive for November, 2009

બાળદિન…ઢીંગલી મેં તો બનાવી મજાની…..

November 14, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો,

આજે છે ૧૪મી નવેમ્બર એટલે ઘણા દિવસોનો સંગમ. આજે છે વિશ્વ બ્લડપ્રેશર દિનWorld Blood pressure Day”.અને વિશ્વ ડાયાબીટીસ દિન. તથા બાળકોનો દિવસ એટલેકે ચાચા નહેરું નો જન્મદિન જેને આપણે બાળદિન તરીકે ઉજવીએ છીએ.તો સૌ બાળકોને બાલદિનની ખુબ ખુબ શુભકામનાઓ.વળી ગઈકાલે હતો કવિ શ્રી મકરંદ દવેનો જન્મદિન પણ અને આવતીકાલે છે બાળવાર્તાના નિષ્ણાત અને બાળકોના પ્રખ્યાત એવા ગિજુભાઈ બધેકાનો જન્મદિવસ તો તેમને પણ જન્મદિનની ભાવભીની શુભકામનાઓ.

અને હા મિત્રો, હમણાંથી બ્લોગ પર મળાતું નહોતું કારણકે હમણા કોલેજમાં ખુબ જ વ્યસ્તતા રહે છે, વળી ગયા અઠવાડીયે મારા પપ્પાની નાદુરસ્ત તબિયતને કારણે તેમને આઈ.સી.યુ.માં દાખલ કરવા પડ્યા હતા.જેથી મનનો વિશ્વાસ અપડેટ ન થઈ શક્યો તથા આપ મિત્રો/વડીલોના બ્લોગની મુલાકાત પણ નથી લઈ શક્યો અને આપના અમૂલ્ય પ્રતિભાવોનો પ્રત્યુત્તર પણ નથી આપી શક્યો તો તે બદલ દિલગીર છું.જો કે હવે તેમની તબિયત સુધારા પર છે.તો ચિંતા ન કરતાં.આજે પણ માત્ર મારા નાના બાળમિત્રો માટે જ સમય નિકાળીને આ બાળગીત રજું કરું છું આશા છે આપ સર્વને ગમશે.આ ગીતને સુર સાથે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો. વળી અહીં મૂકેલ ચિત્ર પણ ફુલમાંથી બનાવેલી ઢીંગલીઓનું છે.અને આપના અમૂલ્ય પ્રતિભાવોની રાહ જોઈશ…

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એનું ઝભલું સીવડાવવા દરજી પાસે જાઉં,

દરજીભાઈ દરજીભાઈ ઝભલું સીવી દો,

લાલ પીળા ઓઢણામાં આભલા જડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એના ઝાંઝર બનાવવા સોની પાસે જાઉં,

સોનીભાઈ સોનીભાઈ ઝાંઝર બનાવી દો,

મોતીની માળા ને બંગડી ઘડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એની મોજડી સીવડાવવા મોચી પાસે જાઉં,

મોચીભાઈ મોચીભાઈ મોજડી સીવી દો,

લાલ લાલ મખમલની મોજડી સીવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એને સુંદર બનાવવા મમ્મી પાસે જાઉં,

મમ્મી મમ્મી પાવડર લગાવી દો,

આંખે આંજળ, ગાલે લાલી લગાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એનો ગજરો ગૂંથાવવા માળી પાસે જાઉં,

માળીદાદા માળીદાદા ગજરો બનાવી દો,

મોગરા ગુલાબનો ગજરો બનાવી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

એને હોંશિયાર બનાવવા બેન પાસે જાઉં,

બેન ઓ બેન એને લખતાં શિખવાડી દો,

એક બે ત્રણ ચાર ગણતા શિખવાડી દો,

ઢીંગલી મેં તો બનાવી મજાની…(૨)

ઢીંગલી મેં તો બનાવી મજાની,

તૈયાર એને હવે કરવાની,

ઢીંગલી મેં તો બનાવી મજાની…

તુલસી-વિવાહ…વિશ્વ ન્યુમોનિયા દિન…मैं तुलसी तेरे आंगन की…..

November 2, 2009

જય શ્રીકૃષ્ણ મિત્રો

આજે છે કારતક સુદ પુનમઆજે છે દેવદિવાળી.વળી કેટલાક મંદિરોમાં આજે તુલસી-વિવાહ પણ યોજાય છે અને અમારા ગુરુજીના ધામ ઘુમામાં આજે બસ આ વિવાહમાં હમણાં જ જઈને આવ્યો.વળી આજે છે શ્રી ગુરુ નાનક જયંતિ પણ.જેમણે પણ હંમેશા સર્વધર્મ સમભાવનો સંદેશ આપેલો.અને આજે પણ તેમના સમાધિ સ્થાને હિંદુ-મુસ્લિમ સર્વ ધર્મના લોકો ત્યાં બંદગી અર્થે જાય છે, બસ આજનો સંદેશ એટલો કે આપણે આપણા વચ્ચેની વેર ભાવના ભુલાવી ભાઈચારાથી હળીમળીને સાથે તહેવારોની ઉજવણી કરીએ અને આનંદની છોળૉ ઉડાડીએ.

વળી આજે છે ૨જી નવેમ્બર.આજના દિનને વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વ ન્યુમોનિયા દિન તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.આપણે કદાચ સ્વાઈન ફ્લૂના હાઉથી ગભરાઈએ છીએ પણ એને જરા બાજુમાં રાખી જરા નજર કરીએ તો બાળકો માટે એક સૌથી ઘાતક રોગ હોય તો તે છે ન્યુમોનિયા, બોલવામાં પણ અઘરો લાગતો આ રોગ આપણા દેશમાં દર કલાકે ૪૭ બાળકોનો ભોગ લે છે એનો આપને અંદાજો પણ નહી હોય અને વર્ષે દહાડે આપણા ગુજરાતમાં પણ ૧૪,૪૦૦ મૃત્યુ આ રોગને કારણે થાય છે અને વિશ્વમાં પ્રતિ વર્ષ ૨૦ લાખથી પણ વધુ બાળકો મોતને ભેટે છે.આથી ઉલ્લેખનીય છે કે આ રોગ વિશે સૌ લોકોમાં જાગૃતિ આવે અને તો જ આ મૃત્યુદર ઘટાડી શકાય.વળી ૫ વર્ષથી નીચેની વયમાં મૃત્યુ પામતા દર પાંચમાં બાળક્ના મૃત્યુનું કારણ આ રોગ છે.આ માટે ત્રિપાંખિયો વ્યુહ

૧. બાળકની સારસંભાળ Protection,

૨. રોગ અટકાવવાના ઉપાયો Prevention &

૩. સારવાર Treatment

જેમકે બાળકોને પુરતો પોષક આહાર આપવો, બાળકને સ્તનપાન કરાવવું, જ્યારે ખોરાક તરફ પ્રયાણ કરાવતા હોઈએ ત્યારે પણ સ્વચ્છ અને ધીમેધીમે પ્રવાહી થી ઘટ્ટ સ્વરૂપે બાળકને સ્તનપાનથી ખોરાક તરફ લઈ જવું, વળી હવે આ રોગની રસી પણ ઉપલબ્ધ છે તો આ માટે આપના દાક્તરને મળી આ બાબતે પણ જાણકારી મેળવી લેશો.વળી કેન્દ્રિય આરોગ્ય વિભાગ દ્વારા પ્રારંભિક તબક્કે આ રસી દેશના દસેક રાજ્યોમાં પહોંચાડવામાં આવશે જો કે ગુજરાત આમાંથી બાકાત છે, પણ આશા છે કે આ સફળ થતાં આ રસી દરેકને પ્રાપ્ય થાય, તો આજના દિને માણીએ આ હિન્દી ગીત, વળી તુલસીનાં પાન અને તેનો રસ કફનાશક છે જ તો આજે એક ફરી અનોખો સમન્વય થઈ ગયો.અને આ રચના આપને કેવી લાગી તે જરૂરથી જણાવશો…

मैं तुलसी तेरे आंगन की,

मैं तुलसी तेरे आंगन की…

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

द्वार पडे पडे तरस गई,

आज उमड कर बरस गई,

प्यासी बदली सावन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मांग तेरी, सिंदूर भी तेरा,

सब कुछ तेरा कुछ नही मेरा,

मोहे सौगंध तेरे आंसु की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

कहे क्यों तु मुजसे जलती है,

अय री मोहे तो तु लगती है,

कोई सहेली बचपन की,

मैं तुलसी तेरे आंगन की,

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मैं तेरा क्या ले जाउंगी,

धूल मैं तेरी गलियों की,

मैं तुलसी तेरे आंगन की,

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…

मत रो बहना अंदर जा के,

देख गली में बाहर आ के,

आरती अपनी सौतन की,

मैं तुलसी तेरे आंगन की,

कोई नहीं मैं तेरे साजन की,

मैं तुलसी तेरे आंगन की…(२)

मैं तुलसी…


Follow

Get every new post delivered to your Inbox.